Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંસક ગૌરક્ષકો વિરૂદ્ધ કઠોર કાર્યવાહી : સર્વપક્ષીય બેઠકમાં મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી

સંસદનું મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છેત્યારે આજે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરક્ષાના નામ પર કાયદાને હાથમાં લેનારની સામે કઠોર કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર મોદીએ કહ્યું હતું કે, આની સામે સરકારની જીરો ટોલરન્સની નીતિ જારી રહેશે. એમમાનવામાં આવે છે કે, વડાપ્રધાનનો સંકેત આરજેડીના વડા લાલૂ યાદવ અને તેમના પરિવાર સામે થયેલી કાર્યવાહીની તરફ છે. બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે કહ્યું હતું કે, મિટિંગમાં વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ગૌરક્ષાના નામે જે હિંસા થઇ રહી છે તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મોદીએ એમ પણ કહ્યં હતુ કે, કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે. આ સંદર્ભમાં એક એડવાઈઝરી પણ રાજ્યોને મોકલી દેવામાં આવી છે જે લોકો આવી હરકતો કરી રહ્યા છે, આવા અપરાધ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આનો રાજકીય લાભ લેવાના પ્રયાસ પણ શરૂ થયા છે પંરતુ આનાથી દેશને કોઇ લાભ થશે નહીં. તમામ રાજકીય પક્ષોને સાથે મળીને આને સમાપ્ત કરવાની દિશામાં વધવું પડશે. દેશમાં આવી ભાવના છે કે, ગૌમાતાની રક્ષા થવી જોઇએ પરંતુ આના માટે કાયદા છે. કાયદાઓને હાથમાં લેવાને કોઇપણ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. તમામ રાજ્ય સરકારોને આને લઇને કાર્યવાહી કરવી પડશે. અગાઉ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસાની નિંદા કરી ચુક્યા છે. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારની સામે જે લડાઈ છેડાઈ ગઈ છે. તેને જારી રાખવામાં આવશે. તમામ પાર્ટીઓ આમા સહકાર આપે તે જરૂરી છે. મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ ભ્રષ્ટ નેતાઓને દૂર કરીને કાયદાકીય કાર્યવાહીને આગળ વધારે. રાજકીય વર્તુળોમાં હાલમાં જ ભ્રષ્ટાચારને લઇને સૌથી વધારે ચર્ચા લાલૂ યાદવની સામે કરવામાં આવેલી કાર્યવાહીની રહી છે. આવી સ્થિતિમાં મોદીની ટિપ્પણી આને જોડીને જોવામાં આવે છે. અનંતકુમારે એમ પણ કહ્યું હતુ ંકે, ચીન અને કાશ્મીરના મુદ્દા ઉપર રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી વચ્ચે ચર્ચા થઇ છે. સમગ્ર દેશ આ મુદ્દે એકમત છે. તમામ રાજકીય પક્ષો કહી ચુક્યા છે કે, અમે સરકારની સાથે છે. સરકાર ગૃહમાં દરેક વિષય ઉપર ચર્ચા માટે તૈયાર છે. વડાપ્રધાને જીએસટીને લઇને બંધારણીય સુધારા, તમામ પ્રદેશોમાં આને અમલી કરવાને લઇને પક્ષોનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણીના ગૌરવને જાળવી રાખવા માટે પણ મોદીએ તમામનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી માટે સહમતી થઇ હોત તો વધારે સારી બાબત રહી હોત. પરંતુ જે રીતે સ્પર્ધા રહી છે તે ગૌરવપૂર્ણ છે. વડાપ્રધાને ઉત્તર પૂર્વમાં પુરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Related posts

गृहमंत्री अमित शाह फिर हुए एम्स में भर्ती

editor

છેલ્લાં ૬૪ વર્ષમાં પુરથી એક લાખથી પણ વધુ મોત

aapnugujarat

MUMBAI IIT STUDENT DARSHAN SOLANKI આત્મહત્યા કેસમાં અરમાન ખત્રીેને જામીન મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1