Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકારે વિકાસ અને ગ્રોથ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો

નરેન્દ્ર મોદી સરકાર દેશના સમગ્ર વિકાસ અને ગ્રોથ માટે તૈયારી કરી રહી છે. આના માટે એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ એકશન પ્લાન નીતિ આયોગે રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ચર્ચા બાદ તૈયાર કર્યો છે. આ પ્લાનને નીતિ આયોગની ગવર્નર કાઉÂન્સલની બેઠકને રવિવારના દિવસે રજુ કરવામાં આવનાર છે. ત્યારબાદ સરકાર તેના ઉપર અમલ શરૂ કરશે. આ માહિતી સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. નીતિ આયોગના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકનું નેતૃત્વ કરશે. આ મિટીંગ બે વર્ષ બાદ યોજાઈ રહી છે. ગવર્નર કાઉન્સીલની પ્રથમ બેઠક આઠમી ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે યોજાઈ હતી. આ કાઉÂન્સલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ કાઉÂન્સલમાં વિવિધ પાસા ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. આમાં સરકારના ૧૫ વર્ષના વિઝન ડોક્યુમેન્ટ અને સાત વર્ષની ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજી ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. જેને આયોગે વિઝનને હાંસલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પહેલાની પંચવર્ષીય યોજનાઓ જેનેરીક રહેતી હતી અને તેની અવધિ વ્યાપક રહેતી હતી. જ્યારે ત્રણ વર્ષના એકશન પ્લાનમાં તમામ સેકટરોમાં પ્રાથમિકતાના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ટાર્ગેટ હાંસલ કરવા માટે સમય મર્યાદ નક્કી કરવામાં આવશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આ પ્લાનમાં સરકારના ખર્ચની માહિતી આપવામાં આવશે. જમીન સ્તર પર બદલાવ માટે આવાજ ટાર્ગેટેડ અભિગમની જરૂર દેખાઈ રહી છે કારણ કે મોદી સરકાર હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. આ ચૂંટણી આડે બે વર્ષનો સમય જ રહ્યો છે. હાઈ લેવલ મિટીંગમાં કૃષિ સેકટરમાં સુધારા ઉપર પણ વાત થઈ શકે છે.

Related posts

સંસદનું ચોમાસું સત્ર ૧૮ જુલાઇથી શરૂ થઇ શકે છે

aapnugujarat

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નીતિશ વિપક્ષને ફટકો આપશે

aapnugujarat

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસનાં બે દલાલોને ભારત લવાયા

aapnugujarat

Leave a Comment

URL