Aapnu Gujarat
મનોરંજન

આલિયા ભટ્ટ રણબીર અને રણવીર બંન્ને સાથે કામ કરશે

યુવા પેઢીની આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે સારી સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં ડિયર જિન્દગીમાં શાહરૂખ ખાનની સાથે નજરે પડી હતી. શાહરૂખ ખાનની સાથે કામ કર્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. બીજી બાજુ આલિયા ભટ્ટની લોકપ્રિયતા વધી રહી છે તેનો વધુ એક પુરાવો મળી ગયો છે. બીજી બાજુ સોશિયલ મિડિયા પર પણ આલિયા લોકપ્રિય થઇ રહી છે. આલિયા ભટ્ટના  ફોલોઅર્સની સંખ્યા વધીને હવે ૧૦ મિલિયનથી વધુ થઇ ગઇ છે.   તમામ ચાહકો જાણે છે કે આલિયા ભટ્ટે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ય ધર સાથે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ સાથે બોલિવુડના અન્ય બે ઉભરતા સ્ટારે કેરિયર શરૂ કરી  હતી. જેમાં સિદ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનનો સમાવેશ થાય છે. વરૂણ ધવન હાલમાં ભારે લોકપ્રિય છે. તે ફિલ્મ નિર્માતા નિર્દેશક ડેવિડ ધવનનો પુત્ર છે. બીજી બાજુ સિદ્ધાર્થ મલહોત્રા પણ સુપર સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. આલિયા ભટ્ટ આગામી દિવસોમાં પણ કેટલીક નવી ફિલ્મોમાં કામ કરનાર છે. ભારતમાં તમામ સ્ટાર પોતાના ચાહક વર્ગ ધરાવે છે. શાહરૂખ, અમિતાભ , સલમાન અને આમીર ખાનના ફોલોઅર્સની સંખ્યા ખુબ મોટી છે. તમામના ફોલોઅર્સ હજુ પણ સતત વધી રહ્યા છે. આલિયા રણબીર કપુર સાથે અને અન્ય એક ફિલ્મ રણવીર સિંહ સાથે કરી રહી છે. તેની એક્ટિંગ કુશળતા સતત સુધરી છે.

Related posts

૯મી ઓક્ટોબરથી સોની સબ વીકમાં છદિવસ આપશે મનોરંજન

editor

કંગના રાનૌત COVID-19 પોઝીટીવ

editor

રણવીર અને દીપિકા સાથે ભણસાલી ત્રણ ફિલ્મ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1