Aapnu Gujarat
મનોરંજન

સલમાન સાથે વધુ ફિલ્મ કરવા સોનમ ઇચ્છુક

હાલમાં કેરિયરના સારા દોરમાંથી પસાર થઇ રહેલી અભિનેત્રી અને વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા અનિલ કપુરની પુત્રી સોનમ કપુરે કહ્યુ છે કે સલમાન ખાન હજુ પણ રોમેÂન્ટક ફિલ્મોમાં અન્ય અભિનેતા કરતા શ્રેષ્ઠ દેખાય છે. તે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો બાદ વધુ રોમેÂન્ટક ફિલ્મ કરવા માટે આશાવાદી છે. જા કે તેની ઇચ્છા હાલમાં પૂર્ણ થાય તેવી કોઇ શક્યતા દેખાઇ રહી નથી. તેનુ કહેવુ છે કે તે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યા બાદ સલમાન પાસેથી ઘણુ બધુ શિખી જવામાં સફળ રહી છે. તેની પાસેથી નવી નવી બાબતો શિખવા મળી છે. પ્રેમ રતન ધન પાયો અને નીરજા ફિલ્મને સફળતા મળ્યા બાદ સોનમ કપુર હવે આસમાન પર છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો આવી રહી છે. જા કે તે નવી ફિલ્મો આડેધડ સાઇન કરી રહી નથી. સોનમ કપુરે હાલમાં એક મુલાકાતમાં કહ્યુ હતુ કે પ્રેમ રતન ધન પાયો જેવી ફેમિલી ડ્રામાં ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. સુરજ બડજાતિયા આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની વિતેલા વર્ષોની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ સર્જી ચુકી છે. સુરજ બડજાતિયા અગાઉ સલમાનને લઇને રેકોર્ડ સફળતા મેળવનાર ફિલ્મો બનાવી ચુક્યા છે. જેમાં મેને પ્યાર કિયા, હમ આપકે હે કોન અને હમ સાથ સાથ હે ફિલ્મનો સમાવેશ થાય છે. સુરજ પોતાની કેરિયરમાં પ્રથમ વખત સલમાન સાથે કામ કર્યા બાદ સોનમ પાસે સતત સારી મોટી ફિલ્મો આવી રહી છે. તેની નીરજા ફિલ્મમાં ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. બીજી બાજુ રણબીર સાથે પોતાની કેરિયરની શરૂઆત કરનાર સોનમ કપુર હવે મહિલા પ્રધાન ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ હાથમાં છે.

Related posts

‘‘જૂડવા ૨” ૨૦૦ કરોડની કલબમાં થઇ સામેલ, અક્ષયની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે!

aapnugujarat

दीपिका से साढ़े पांच घंटे पूछताछ, एक्ट्रेस ने कबूली ड्रग्स चैट की बात; सारा, श्रद्धा से सवाल-जवाब जारी

editor

વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી

aapnugujarat

Leave a Comment

URL