દિપિકા પાદુકોણ અને ઇરફાન ખાન ફરી એકવાર સાથે નજરે પડનાર છે. બન્નેની જાડી અગાઉ પિકુમાં સાથે કામ કરી ચુકી છે. હવે વિશાલ ભારદ્ધાજની ફિલ્મમાં બન્ને સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ નિર્દેશન હની ત્રેહાન દ્વારા કરવામાં આવનાર છે. આ ફિલ્મ એક્શન સાથે ભરપુર ફિલ્મ રહી શકે છે. ફિલ્મમાં દિપિકા માફિયા ક્વીન રહિમા કાન ઉર્ફે સપના દિદીની ભૂમિકા અદા કરનાર છે. જ્યારે ઇરફાન ખાન લોકલ ગેંગસ્ટર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. વિશાળ ભારદ્ધાજની નવી ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંક સમયમાં જ ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવી શકે છે. રહિમા ખાન ઉર્ફે ઉર્ફે સપના અને લોકલ ગેંગસ્ટર ડોન દાઉદને ખતમ કરી દેવાના મિશન સાથે આગળ વધે છે. આ લોકલ ગેંગસ્ટર સપનાના પ્રેમમાં હોય છે. તેની મદદથી જ ડોનને ખતમ કરવા માટેની યોજના બનાવવામા ંઆવે છે. ભૂતપૂર્વ તપાસ પત્રકાર અને લેખક એસ હુસૈન ઝેદીના પુસ્તક પર આધારિત આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ઝેદીએ મુંબઇની માફિયા ક્વીન પર આધારિત પુસ્તક લખ્યુ હતુ. પુસ્તક પર આધારિત ફિલ્મ હવે તૈયાર કરવામાં આવી રહી છે. પોતાના પતિના મોતનો બદલો લેવા માટે શારજાહમાં એક મેચ દરમિયાન સપના દીદી દાઉદને મોતને ઘાટ ઉતારી દેવાની યોજના તૈયાર કરે છે. પરંતુ કમનસીબ રીતે તેની તેની યોજના અંગે દાઉદને માહિતી મળી જાય છે અને તે ફ્લોપ સાબિત થઇ જાય છે. રૂસ્તમ જેવી ફિલ્મ નિર્માણ કરનાર પ્રેમાએ કહ્યુ છે કે અહેવાલ સાંચા છે અને હવે રહિમા કાન ઉર્ફે સપના દીદી અને લોકલ ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ તૈયાર કરવામા આવી રહી છે. ફિલ્મની પ્રાથમિક બાબત તૈયાર કરી લેવામાં આવી છે. દાઉદના રોલમાં કોણ રહેશે તે અંગે હજુ માહિતી આપવામા આવી નથી.
આગળની પોસ્ટ