Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર તાજા સમાચાર

નવાઝ શરીફ સામે તપાસ કરવા પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો આદેશ

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના કુટુંબ વિરુદ્ધ પનામા પેપર લીકમાં વર્ણવવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે જાઇન્ટ ઇન્વેÂસ્ટગેશન ટીમ બનાવવાનો આદેશ આજે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કર્યો છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે તેની સુનાવણીમાં આજે આદેશ આપવા માટે કÌšં હતું.ત્રીજી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને ત્યારથી ૨૩ ફેબ્રુઆરી સુધીમાં ૩૫ સુનાવણીઓ કર્યા બાદ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના રાજકીય પક્ષ તહેરિક-એ-ઇન્સાફના સુપ્રીમો અને ભૂતપૂર્વ ક્રિકેટ ઇમરાન ખાન સહિત અનેક પક્ષકારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવતાં આ કેસ ચાલવા પામ્યો હતો.
તમામ પક્ષકારોનો આક્ષેપ છે કે ૬૭ વર્ષીય શરીફ અને તેમના કુટુંબીજનો પાસે લંડનમાં અનેક ગેરકાયદે મિલકતો આવેલી છે. તેથી વડાપ્રધાન પદ ઉપરથી શરીફને પાકિસ્તાનના બંધારણની કલમ ૬૨ અને ૬૩ મુજબ દૂર કરી દેવા જાઈએ તેવી માગણી કરવામાં આવી હતી. એવું પહેલેથી જ માનવામાં આવતું હતું કે શરીફ સરકારને કોર્ટ બરખાસ્ત તો નહીં કરે, પરંતુ એવા નિરીક્ષણ કરશે કે જેનાથી શરીફ દબાણમાં આવી જાય.
પનામા પેપર કાંડમાં શરીફનું નામ આવ્યા બાદ તેમની સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.એટલું જ નહીં ઇમરાન ખાન અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના સુપ્રીમો તથા બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારીએ પણ શરીફ સામે પસ્તાળ પાડવામાં કશું જ બાકી રાખ્યું નહોતું.

Related posts

अमेरिकी चुनाव परिणाम बदलने के लिए ट्रंप ने अधिकारी पर बनाया दबाव

editor

ઉત્તરાખંડ : નાના આંચકાઓ મોટી તબાહીના સંકેત સમાન

aapnugujarat

નકસલી આતંકની કમરને તોડવા ૨૫૦ ખતરનાક લીડરો પર સરકારની બાજ નજર

aapnugujarat

Leave a Comment

URL