Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : બંધારણના ઘડવૈયા

બંધારણના ઘડવૈયા
૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી. ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણીય સમિતિમાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણસભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહીં. છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા. ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા. ૩ ઑગસ્ટ ૧૯૪૭માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ.આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફ્ટિંગ કમિટિના પ્રમુખ તરીકે વરણી થઈ.
એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશનું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમયમાં ખૂબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮નાં છેલ્લાં અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણસભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડૉક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જનતા માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે છ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બર ૧૯૪૮માં ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારસભાની બહાલીમાટે રજૂ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતાં. ૨૬ નવેમ્બર ૧૯૪૯માં ભારતની બંધારણસભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યાં. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો.
૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા. પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા. ૧ જૂન, ૧૯૫૨માં તેઓ ન્યૂયોર્ક ગયા અને ૫ જૂન, ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ય એવી ‘ડૉક્ટર ઍટ લૉ’ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩માં ભારતની ઑસ્માનિયા યુનિવર્સિટીએ ડૉ. આંબેડકરને ‘ડૉક્ટર ઓફ લીટરેચર’ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું.
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

નવું વર્ષ એટલે નવો રસ્તો કંડારવાનો અવસર

aapnugujarat

૯૪ ટકા આઈટીમાં ભારતીય ગ્રેજ્યુએટ નોકરી લાયક નથી

aapnugujarat

સંગીતની શક્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1