ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિમાં સુધારો કરવા માટે શ્રેણીબદ્ધ પગલા લીધા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જેલમાં રહેલા ડોન ઉપર તથા હાઈપ્રોફાઈલ ક્રિમિનલો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ જેલમાં રહેલા ડોન અને હાઈપ્રોફાઈલ ગુનેગારોને પણ અન્ય કેદીઓની જેમજ જ રાખવા અને તેમને કોઈ ખાસ સુવિધા ન આપવા જેલના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. હાઈપ્રોફાઈલ ડોનને સામાન્ય અન્ય કેદીઓના ભોજન આપવાની સૂચના યોગી તરફથી અપાઈ છે. કોઈપણ માફિયા ડોન હોય કે પછી ખતરનાક ગેંગસ્ટર તમામ સાથે એકસમાન વર્તન કરવા કહેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના આ સૂચન રાજ્યના ગૃહ, વિજિલન્સ અને જેલ વિભાગના અધિકારીઓને ગઈકાલે રાત્રે યોજાયેલી બેઠકમાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે વિવિધ મુદ્દા ઉપર કડક સૂચના આપી હતી. બુંદેલખંડ પ્રોજેક્ટની સમીક્ષા કરવા ઝાંસીમાં આદિત્યનાથ પહોંચ્યા હતા. ચોક્કસ કેદીઓ જેલમાં પણ તમામ પ્રકારની સુવિધા ભોગવી રહ્યા છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ યોગી આદિત્યનાથે આ મુદ્દા ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમામ અપરાધિઓને એકસમાન ભોજન આપવામાં આવે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જેલમાં રહેલા ખૂંખાર કેદીઓ અને સામાન્ય કેદીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં ન આવે. મોબાઈલ ફોનના જામર્સ સ્થાપિત કરવાનો પણ યોગીએ કડક આદેશ કર્યો હતો.
કુખ્યાત કેદીઓ અને અપરાધિઓ પ્રત્યે ઉદાર વલણ ન અપનાવવા જેલના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે બહાના તરીકે તબીબી સારવારનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ પોલીસના સેલમાં ભ્રષ્ટાચાર અંગે કઠોર ચકાસણી કરવા ઉપર પણ ભાર મુક્યો હતો.
પાછલી પોસ્ટ