મુંબઈની ખાસ એનઆઈએ અદાલતે આજે ઈસ્લામિક ધર્મગુરૂ જાકીર નાઈક સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આની સાથે જ જાકીર નાઈક સામે વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. જાકીર નાઈક ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી ચુક્યા છે. ઘૃણાની ભાવના ફેલાવવાના આરોપસર તેમની સામે સકંજા જમાવવામાં આવી રહ્યો છે. મુંબઈની એનઆઈએ કોર્ટ દ્વારા તેમની સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રવેન્શન ઓફ મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ ખાસ અદાલતમાં કેસ ઈડી દ્વારા અગાઉ નોંધવામાં આવ્યો હતો. મની લોન્ડરીંગ કેસમાં તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અન્ય બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. અગાઉ કોર્ટે નાઈકને ચાર વખત સમન્સ પણ મોકલ્યા હતા. જાકીર નાઈક હાલમાં યુએઈમાં છે અને ધરપકડને ટાળવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. વારંવાર સામાન્સ જારી કરાયા હોવા છતાં જાકીર નાઈક પૂછપરછ માટે ઉપÂસ્થત થયા નથી. ઈડીએ ગયા ડિસેમ્બર મહિનામાં મની લોન્ડરીંગ કેસ દાખલ કર્યો હતો. અનલોફુલ એક્ટીવીટી પ્રવેન્શન એક્ટ હેઠળ એનઆઈએ દ્વારા જાકીર નાઈક અને અન્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ મની લોન્ડરીંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાકીર નાઈક પર ઈડીની સાથે સાથે સીબીઆઈ દ્વારા પણ સકંજા બનાવવામાં આવ્યો છે. જાકીર નાઈક ઉપર ઉશ્કેરણીજનક ભાષણો આપવા અને ધર્માંતરણના આક્ષેપો પણ થયેલા છે. થોડાક સમય પહેલા ઢાકામાં ત્રાસવાદી હુમલો કરાયો ત્યારે હુમલામાં સામેલ રહેલા ત્રાસવાદી પૈકી કેટલાક ત્રાસવાદીઓ જાકીર નાઈકથી પ્રભાવિત હતા તેવી વિગત પણ ખુલી હતી. જાકીર નાઈકની સંસ્થા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તેમની સંસ્થા કોઈપણ કિંમતે દાન લેવાની Âસ્થતિમાં જ નથી.
પાછલી પોસ્ટ