Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

વીરભદ્રસિંહ ઈડી સમક્ષ હાજર : પૂછપરછ કરાઈ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહની મુશ્કેલી હજુ પણ ઓછી થઈ રહી નથી. તેમની અને અન્યોની સામે નોંધવામાં આવેલા મની લોન્ડરીંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ વીરભદ્રસિંહ આજે ઉપÂસ્થત થઈ ગયા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઈડી દ્વારા આ કેસમાં તેમનું નિવેદન નોંધવાના સંદર્ભમાં સિંહ સામે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. કેટલાક દસ્તાવેજાના સંદર્ભમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અપ્રમાણ સંપત્તિ કેસમાં મળી આવેલા દસ્તાવેજા અને અન્ય કાગળોના સંદર્ભમાં પણ તેમની સામે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહમાં જ મુખ્યમંત્રીએ ઈડીને માહિતી મોકલીને કહ્યું હતું કે તપાસ સંસ્થા સમક્ષ તેઓ ચોક્કસ કારણો સર ઉપÂસ્થત થઈ શક્યા નથી. નવી તારીખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઈડી દ્વારા આજ માટે નવેસરથી સમન્સ જારી કરાયા હતા. ઈડી દ્વારા ગઈકાલે દિલ્હી હાઈકોર્ટમાં એવી કોઈપણ ખાતરી આપવાનો ઈનકાર કર્યો હતો કે તેની સમક્ષ જ્યારે સિંહ ઉપÂસ્થત થશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. જસ્ટીસ આરકે ગૌબા સમક્ષ આ રજુઆત સિંહની અરજી પર સુનાવણી દરમિયાન ઈડી દ્વારા આપવામાં ાવી હતી. તેમની સામે મની લોન્ડરીંગની કાર્યવાહીને રદ કરવાની માંગણી કરીને વીરભદ્રસિંહ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઈડી દ્વારા એવા સમયે સમન્સ જારી કરવામાં આવ્યા છે જ્યારે તેમના આવકના જાણીતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિના ભાગરૂપે ૧૦ કરોડની રકમ એકત્રિત કરવા બદલ વીરભદ્રસિંહ, તેમના પત્ની અને અન્યો સામે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તપાસ સંસ્થાએ અગાઉ પણ સિંહ સામે સમન્સ જારી કર્યું હતું પરંતુ સત્તાવાર કારણો આપીને તેઓ ઉપÂસ્થત રહી શક્યા ન હતા. ઈડી દ્વારા આ કેસના સંદર્ભમાં પહેલાથી જ વીરભદ્રસિંહના પત્ની પ્રતિભા અને પુત્ર વિક્રમાદિત્યની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. એન્ટી મની લોન્ડરીંગ લો હેઠળ હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી સામે તથા તેમના પરિવારના સભ્યો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં આ સંદર્ભમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લઈને આ કેસ દાખલ કરાયો હતો. તપાસ સંસ્થા વીરભદ્રસિંહ અને તેમના પરિવારના સભ્યો દ્વારા વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૧ વચ્ચેના ગાળામાં આવકના જાણીતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિ એકત્રિત કરવાના મામલામાં તપાસ કરી રહી છે.  તેમની ૧૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ૨૦૦૯ અને ૨૦૧૧ વચ્ચેના ગાળામાં વીરભદ્રસિંહ કેન્દ્રિય સ્ટીલ મંત્રી તરીકે હતા. તેમની કુલ આવક પૈકી ૧૯૨ ટકા આવક અપ્રમાણ હોવાની વિગત ખુલી હતી.

Related posts

કોંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી : યોગી

aapnugujarat

उम्मीद है अब उनकी भाषा बदलेगी : जीत के बाद बीजेपी पर बरसे अखिलेश

aapnugujarat

ડીએમાં ૧ ટકાનો વધારો : ૫૦ લાખ કર્મી અને ૬૧ લાખ પેન્શનરોને ફાયદો

aapnugujarat

Leave a Comment

URL