ભારતે કુલભૂષણ જાધવની પાસે રાજકીય નેટવર્ક માટે પાકિસ્તાન સમક્ષ ૧૪ વખત રજુઆત કરી છે પરંતુ પડોશી દેશ પાકિસ્તાનને હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતની પાસે જાધવના સ્થળ અને Âસ્થતિના સંદર્ભમાં કોઈ માહિતી નથી. જેથી ચિંતાની બાબત દેખાઈ રહી છે. જાધવ ક્યાં છે અને તેની Âસ્થતિ કેવી છે તે અંગે વારંવાર માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. પાકિસ્તાનમાં જાધવને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ભારતે આ મામલા પર કઠોર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું છે કે જાધવ મામલામાં પાકિસ્તાન તમામ કાયદાકીય કાર્યવાહીનો દાવો કરે છે. જા આવું છે તો અમે જાધવને જાવા માંગીએ છીએ. બાગલેએ કહ્યું હતું કે અમને જાધવના આરોગ્ય અને તેમના રહેવાની Âસ્થતિના સંદર્ભમાં ચિંતા થઈ રહી છે. ભારતે પાકિસ્તાન સમક્ષ સત્તાવાર રીતે જાધવની સામે સુનાવણી પ્રક્રિયા તથા કેસની પ્રક્રિયાની માહિતી પણ માંગી છે. તેમણે કહ્યું છે કે જાધવ માટે રાજકીય ઓળખ અને કેસની સુનાવણી પ્રક્રિયાની માહિતી પર અમને પાકિસ્તાન તરફથી જવાબ ન મળતા હજુ રાહ જાઈ રહ્યા છીએ. અત્રે નોંધનિય છે કે પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જાધવની સજાને પાકિસ્તાની સેના વડા જનરલ કમર અહેમદ બાજવાએ સમર્થન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે જાધવ ઉપર તમામ આરોપો પુરવાર થયા છે. બાજવાએ દાવો કર્યો છે કે જાધવે મેજિસ્ટ્રેટ અને કોર્ટની સામે પોતાના ગુનાની કબુલાત કરી લીધી છે. ભારતીય નાગરિક જાધવને મૃત્યુદંડની સજા ફટકારવાના મુદ્દા પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે જા ભારતીય નાગરિકની સામે આ સજા કાયદા અને ન્યાયમાં મૂળ માપદંડોને જાયા વગર આપવામાં આવી છે તો ભારત સરકાર અને અહીંના લોકો તેને પૂર્વઆયોજિત હત્યા તરીકે ગણશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ