Aapnu Gujarat
રમતગમત

ગુજરાત લાયન્સ-કોલકત્તા વચ્ચે આજે મેચ

હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની શરૂઆત થયા આવતીકાલે શુક્રવારના દિવસે ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે કોલકત્તામાં રોમાંચક જંગ ખેલાનાર છે. કોલક્તામાં રમાનારી આ મેચનુ જીવંત પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. કોલકત્તાની ટીમમાં અનેક સ્ટાર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના રહેલા છે. કોલક્ત્તા ઘરઆંગણે હોટ ફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરનાર છે. કોલક્તાએ હજુ સુધી પાંચ મેચો રમી છે. જે પૈકી ચારમાં જીત મેળવી છે. એકમાં તેની હાર થઇ છે. બીજી બાજુ ગુજરાતે પાંચ મેચો રમી છે જે પૈકી એકમાં જીત થઇ છે. ચારમાં હાર થઇ છે. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટ, પોવેલ અને સુનિલ નારેન પર તમામની નજર રહેશે. જા કે ગુજરાતની ટીમમાં ઓસ્ટ્રેલિયન આક્રમક બેટ્‌સમેન એરોન ફિન્ચ પર તમામની નજર રહેશે. આ ટીમમા ઇશાંત શર્મા, જૈસન રોય અને ફોકનર તેમજ સુરેશ રેના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રહેલા છે. સુરેશ રૈના પાસેથી પણ ચોગ્ગા છગ્ગાની રમઝટની આશા રાખવામાં આવી રહી છે. આઈપીએલ-૧૦ની મેચો ૨૧મી મે સુધી ચાલનાર છે. સન રાઇઝ હૈદરાબાદ વર્તમાન ચેÂમ્પયન ટીમ છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાનાર છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે. કોલકત્તાના મેદાનમાં રમાનારી મેચમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે.

Related posts

ફિફા-૧૭ વર્લ્ડકપ મેચ છ સ્ટેડિયમોમાં રમાશે

aapnugujarat

मोईन की विराट को चुनौती, मैं करूंगा सस्ते में आउट

aapnugujarat

વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહીં : શાસ્ત્રી

aapnugujarat

Leave a Comment

URL