Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીને સૈનિકોને રૂતોગ વિસ્તારમાં વસાવ્યા

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ સરહદ પર વિવાદ ખત્મ થવા પર છે અને હવે બંને દેશોની સેનાઓ પેંગોંગ લેકથી પાછળ હટી રહી છે. પરંતુ તાજેતરની સેટેલાઇટની તસવીરોનું માનીએ તો ચીને પેંગોંગ લેક પરથી જે સૈનિકોને હટાવ્યા છે અને તેમને આગળ જઇ રૂતોગ વિસ્તારમાં વસાવામાં આવી રહ્યા છે, જે પેંગોંગ લેકના બિલકુલ પૂર્વ છેડા પર છે.
આ વિસ્તારમાં ૨૦૧૯ની સાલથી જ કામ ચાલી રહ્યું હતું જ્યારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે વિવાદની શરૂઆત થઇ હતી. હવે આ બેઝ ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ગતિવિધિ થવા પર ચીની સેના માટે એક બેકઅપની જેમ કામ કરી શકે છે.
આપને જણાવી દઇએ કે જે નવા વિસ્તાર એટલે કે રૂતોગમાં ચીની સેનાને વસાવામાં આવી રહ્યા છે તે પેંગોંગ ઝીલથી લગભગ ૧૦૦ કિલોમીટર અને મોલ્ડોથી ૧૧૦ કિલોમીટર દૂર છે. મોલ્ડો એ જ વિસ્તાર છે જ્યાં વિવાદ દરમ્યાન બંને દેશોની સેનાઓએ કેટલીય વખત વાતચીત કરી છે. રૂતોગના આ વિસ્તારમાં ૨૦૧૯થી જ સૈન્ય ગતિવિધિ વધી છે જેમાં રડાર સિસ્ટમ, જમીનથી હવામાં માર કરનાર મિસાઇલ, હેલિપોર્ટ, ટેન્ક ડ્રિલ્સ જેવી ગતિવિધિ સામેલ છે.
ચીની સેના દ્વારા આ વિસ્તારોમાં ઝૂંપડી જેવા ઘર બનાવામાં આવ્યા છે જેમાં સૈનિકોને રોકયા છે. સાથો સાથ આ વિસ્તાર નગારી સાથે જોડાયેલ છે, અહીંથી નગારી સુધી હવાઇ અને રસ્તા માર્ગ તૈયાર છે. એવામાં પેંગોંગ ઝીલની પાસે થનાર ગતિવિધિઓમાં ચીન ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકે છે.
ર્
ંજીૈંદ્ગ્‌ વિશ્લેષક જ્રઙ્ઘીિંીજકટ્ઠ દ્વારા સેટેલાઇટ તસવીરોથી આ વિસ્તારની અસલી તસવીરોની ખબર પડી છે. તસવીરો પરથી દેખાય છે કે રૂતેગા વિસ્તારમાં ઘણી તૈયારી કરાઇ છે. જ્યાં સ્ટોરેજ એરિયા, ટેંટ, કેબિન અને અન્ય સુવિધાઓને તૈયાર કરાય રહી છે. એટલું જ નહીં રૂતોગમાં રડાર સ્ટેશન પણ હાજર છે. જે સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. રૂતોગમાં એ રીતે તૈયારીઓ કરાઇ છે કે શિયાળામાં સૈનિકોને અહીં રોકાવામાં કોઇ પરેશાની ના થાય એ પ્રકારની કેબિનો તૈયાર કરાઇ છે.

Related posts

માલ્યા સહિત ૫૮ ભાગેડુને પરત લાવવા મોદી સુસજ્જ

aapnugujarat

અગ્નિ-૫ મિસાઇલ સેનામાં સામેલ કરી લેવાશે

aapnugujarat

સીઆરપીએફે સર્જિકલ સ્ટ્રાઈક કરીને માર્યા ૧૫ નક્સલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1