Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ચાર ટનનું સેટેલાઈટ લોન્ચ કરવા ઈસરોની તૈયારી

આગામી મહિને મે મહિનામાં ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક છે. પ્રથમ વખત ઇસરો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચાર ટન વજન ધરાવનાર સેટેલાઇટ મોકલવાની ક્ષમતા ધરાવનાર રોકેટ લોંચ કરનાર છે. હાલના સમયમાં ઇસરોના રોકેટ માં ૨.૨ ટન સુધીના સેટેલાઇટ મોકલી દેવા માટે ઇસરોને વિદેશી લોન્ચિંગ પર આધાર રાખવાની જરૂર પડે છે. ઇસરોના પ્રમુખ એસ કિરણ કુમારે કહ્યુ છે કે ચાર ટનના સેટેલાઇટ મોકલી દેનાર સેટેલાઇટ મોકલવાનુ નામ જીએસએલવી -એમકે૩ ડી-૧ છે. તેની સફળતા બાદ ભારતના ભારે સેટેલાઇટ મોકલવા વિદેશી લોન્ચિંગ વ્કીકલ પર નિર્ભર રહેવાની ફરજ પડશે. હવે ભારત ચાર ટનવાળા સેટેલાઇટ બનાવવા પર ધ્યાન આપી રહ્યુ છે. જેથી તેનુ દેશની અંદર લોંચ કરવાની તૈયારી છે. ઇસરોની એક વર્ષની અંદર બીજી વિકાસ યોજના છે. કિરણ કુમારે કહ્યુ છે કે જ્યાં સુધી બે વિકાસ ઉડાણ પુરીણ કરી લેવામાં આવનાર છે. અમે વધારે લોંચની દિશામાં કામ કરીશુ. ઇસરો માને છે કે આ રોકેટ પર કામ શરૂ કરવામાં આવ્યા બાદ તેના ઇતિહાસમાં એક નવી સિદ્ધી જાડાઇ જશે. ઇસરોએ હવે ખેતીવાડી અને પાણીની તકલીફને દુર કરવાની દિશામાં પહેલ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જે દિશામાં ટુંક સમયમા જ પહેલ કરવામાં આવનાર છે. ઇસરોએ હાલમાં અનેક સિદ્ધી હાંસલ કરીને પોતાની છાપ વિશ્વમાં ફેલાવી છે.

Related posts

ટીડીપી સાંસદને એરપોર્ટ પર હંગામો ભારે પડ્યો, છ એરલાઈન્સે પ્રતિબંધ મૂક્યો

aapnugujarat

રેલવે હોટલ ટેન્ડર કેસ બોગસ હોવાનો લાલૂ યાદવે દાવો કર્યો

aapnugujarat

છેલ્લી ૫ લોકસભા ચૂંટણીના ૪ મહિના પહેલા ૮ આતંકી હુમલા, ૬૨૫ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

URL