Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલા શ્રમિકોને સમાન વેતન માટે સલાહકાર કમિટીનું ગઠન

નાણા મંત્રી સુરેશ કુમારે સોમવારે યોગી સરકારનું પાંચમુ બજેટ રજૂ કર્યું હતું જેમાં ખેડૂતોને આકર્ષવા માટેની અનેક જાહેરાતો સામેલ છે. સુરેશ કુમારે સદનમાં ૫,૫૦,૨૭૦ કરોડનું ભારે ભરખમ બજેટ રજૂ કર્યું હતું. યુપી સરકારનું આ બજેટ યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે. તેના પહેલા સોમવારે સવારે મુખ્યમંત્રી આવાસ ખાતે યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં યુપી બજેટ ૨૦૨૧-૨૨ને મંજૂરી આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશમાં ૩ વર્ષમાં ઓપરેશનલ એરપોટ્‌ર્સની સંખ્યા ૪થી વધીને ૭ થઈ ગઈ છે. જનપદ અયોધ્યામાં નિર્માણાધીન એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ વિમાનમથક અયોધ્યા રાખવામાં આવશે અને તેના માટે ૧૦૧ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
કાનપુર મેટ્રો રેલ પરિયોજનાને ઝડપી બનાવવા તૈયારી
કાનપુર મેટ્રો રેલ પરિયોજના માટેનો અંદાજિત ખર્ચ ૧૧,૦૭૬ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં પરિયોજના માટે ૫૯૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ચિત્રકૂટ, સોનભદ્ર એરપોર્ટ પર ધ્યાન
અયોધ્યામાં એરપોર્ટ માટે ૧૦૧ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી. જેવર એરપોર્ટ માટે ૨,૦૦૦ કરોડ. આ સાથે જ ચિત્રકૂટ અને સોનભદ્ર એરપોર્ટ ખાતે ૨૦૨૧ના વર્ષમાં હવાઈ સેવાઓનું સંચાલન શરૂ કરવાનો દાવો કરાયો.
આયુર્વેદને પ્રોત્સાહન
નાણા મંત્રીએ આયુર્વેદને પ્રોત્સાહન અપાઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. લખનૌ-પીલીભીતમાં આયુર્વેદ વિદ્યાલયોનું કામ ચાલુ છે.
અયોધ્યા માટે ૧૪૦ કરોડની જાહેરાત
નાણા મંત્રીએ અયોધ્યા સ્થિત સૂર્યકુંડના વિકાસ સહિત અયોધ્યા નગરીના સર્વાંગી વિકાસ માટે બજેટમાં ૧૪૦ કરોડ રૂપિયાની વ્યવસ્થાનો પ્રસ્તાવ જણાવ્યો હતો. તે સિવાય લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના નિર્માણ માટે ૫૦ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી છે.
કોરોના વેક્સિનેશન માટે ૫૦ કરોડ
નાણા મંત્રી સુરેશ ખન્નાએ કોરોના વેક્સિનેશન માટે ૫૦ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરાયા હોવાની જાહેરાત કરી હતી.
ગંગા એક્સપ્રેસ વે પરિયોજના માટે બજેટ
ગંગા એક્સપ્રેસ વે પરિયોજનાના ભૂમિગ્રહણ માટે ૭,૨૦૦ કરોડ અને નિર્માણ કાર્ય માટે ૪૮૯ કરોડ રૂપિયાના બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય બુંદેલખંડ ક્ષેત્રની વિશેષ યોજનાઓ માટે ૨૧૦ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
ગૌવંશના સંરક્ષણ માટે યોજના
નાણા મંત્રીએ ગૌવંશના સંરક્ષણ માટે ચલાવાઈ રહેલી યોજનાઓની અને વિવિધ સ્થળે બનાવવામાં આવેલી ગૌશાળાઓની માહિતી આપી હતી. સાથે જ તેમાં વધારો કરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્ય
યોગી સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. તે અંતર્ગત દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્ય છે. ૧૬ જિલ્લાઓમાં મેડિકલ કોલેજીસ બની રહી છે અને મેડિકલ શિક્ષા માટે ૧,૦૦૦ કરોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
મહિલા શ્રમિકોને સમાન વેતન માટે કમિટી
નાણા મંત્રીએ મુખ્યમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરી હતી જેમાં શ્રમિકોને મદદ કરવામાં આવશે. મહિલા શ્રમિકોને સમાન વેતન મળે તે માટે સલાહકાર કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રદેશના ૧૮ મંડળોમાં અટલ આવાસીય વિદ્યાલયો બનાવવામાં આવશે જ્યાં શ્રમિકોના બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
મેરઠને સ્પોટ્‌ર્સ યુનિવર્સિટીની ભેટ
યુપી સરકારે મેરઠમાં સ્પોટ્‌ર્સ વિશ્વવિદ્યાલય બનાવવાની જાહેરાત કરી છે. ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં ઓપન જિમ બનાવવામાં આવશે.
ખેડૂતો માટે મોટી જાહેરાત
પ્રદેશમાં વધુ ઉત્પાદન ધરાવતા પાકની ઓળખ કરાશે. બ્લોક સ્તરે કૃષક ઉત્પાદન સંગઠનોની સ્થાપના થશે અને તે માટે ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. ખેડૂતોને મફત પાણીની સુવિધા માટે ૭૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે અને નજીવા દરે લોન પણ ઉપલબ્ધ કરાવાશે.

Related posts

રોહિંગ્યા મુસ્લિમો કાશ્મીરની સુરક્ષા માટે ખતરારૂપ : રાજનાથસિંહ

aapnugujarat

પુલવામા એન્કાઉન્ટરમાં વધુ બે ત્રાસવાદીઓ મોતને ઘાટ

aapnugujarat

अमित शाह ने गिनाए मोदी सरकार के ३ साल के काम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1