Aapnu Gujarat
રાષ્ટ્રીય

સતત ૧૧માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિવસ ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. આગામી દિવસમાં ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી ફટકારી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો દેશના કેટલાક વિસ્તારોમાં તો પેટ્રોલ સદી ફટકારી ચૂક્યું છે તો ડીઝલ પણ સદી ફટકારવા તરફ વધી રહ્યું છે.
દેશમાં આજે સતત ૧૧મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૧ પૈસા પ્રતિ લીટર વધીને ૯૦.૧૯ રૂપિયા પર પહોંચી ગયો. જ્યારે ડીઝલ પણ ૩૩ પૈસા વધારા સાથે ૮૦.૬૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ પર ચાલી રહ્યા છે. નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવની સીધી અસર મોંઘવારી પર પડે છે.
જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા પાછળ પાછલી સરકારોને જવાબદાર ઠેરવીને પોતાના હાથ ઉંચા કરી લીધા છે. પીએમ મોદીએ મધ્યમવર્ગના લોકોની ચિંતા કરતાં કહ્યું કે, પાછલી સરકારોએ યોગ્ય પગલાઓ ભર્યા હોત તો આજે મધ્યમ વર્ગને આટલી મોંઘવારીનો સામનો કરવો પડ્યો ના હોત. જેથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર લગાવેલા ટેક્સને ઘટાડે તેવી કોઈ જ શક્યતાઓ જોવાઈ રહી નથી. તો બીજી તરફ આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં હજું પણ વધારો થાય તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોદી સરકારે ૨૦૨૧માં જ એક્સાઈઝ ડ્યુટીમાં ૧૯ વખત વધારો કર્યો છે. પાછલા વર્ષે આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ (૨૧ ડોલર પ્રતિ બેરલ) મીનરલ વોટર કરતાં પણ ઓછો હોવા છતાં તેનો ફાયદો મધ્યમ વર્ગને આપવાની જગ્યાએ સરકારે ટેક્સમાં વધારો ઝીકીને પોતાની તિજોરીઓ ભરવાનું કામ કર્યું હતું.

Related posts

વિમાન વાહક વિક્રાંત આગામી વર્ષે નૌ સેનામાં સામેલ કરાશે

editor

વધુ કામને લઈ કર્મચારી આત્મહત્યા કરે તો બોસ જવાબદાર નહીં : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

વાહનોનો થર્ડ પાર્ટી વીમો ઉતરાવવો પડશે મોંઘો, ઈરડાનો પ્રસ્તાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1