Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં શેરી બેઠકો તેમજ વાહનો પર પેઇન્ટિંગ કરી કરવામાં આવ્યો પ્રચાર….

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ ઉમેદવારો ચૂંટણી પ્રચારના વિવિધ કીમીયા અજમાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહેસાણા જિલ્લામાં વિસનગર, મહેસાણા, કડી અને ઉંઝા પાલિકાની ૩૮ વોર્ડની ૧૫૨ બેઠકોની ચૂંટણીઓ યોજાવાની છે .જેમાં કડીના પનોતા પુત્ર અને છેલ્લા ૩૫ વર્ષથી મહેસાણા જિલ્લામાં જનસંઘ ભાજપના અગ્રણી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માદરે વતન કડી નગરપાલિકામાં ૩૬ બેઠકો પૈકી  26 બેઠકો બિનહરીફ થતાં ભાજપનો ભગવો લહેરાયો છે.વિસનગર પાલિકા તથા મહેસાણા પાલિકા માં કોંગ્રેસનું શાશન હતું તો આ ચૂંટણીમાં સત્તા પરિવર્તન માટે કોગ્રેસ અને ભાજપ દ્વારા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.

          વિસનગરમાં વોર્ડ નં-૩માં આજે શેરી સભા યોજી ” મારું ઘર ભાજપ નું ઘર ” થીમ પર આજે વોર્ડ નં-૩ના ઉમેદવાર જયેશકુમાર બલરામ પંડ્યા, ભાવેશ જયંતીલાલ મોદી, ચાર્મિં મૌલિકકુમાર મોદી,  શાલિની હરીવદન  કંસારા દ્વારા આજે વિસનગર ખાતે ભાજપના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાયૅકરો ની ઉપસ્થિતમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે ખાસ વોર્ડ નં-૩ના જાગૃત મતદારો હાજર રહી તેમની પાણી ની સમસ્યાની રજૂઆત કરી હતી જેને ત્રણે ઉમેદવારોએ જીત્યા પછી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી તો વળી મહેસાણા નગરપાલિકામાં વોર્ડ નં-૧૧ના ભાજપના ઉમેદવાર દેવેશ પટેલની પેનલ દ્વારા પ્રચાર માટે અનોખી રીતે અપનાવાઈ છે. તેમણે 30 કરતા વધુ એક્ટિવા, 2 કાર અને એક જીપને કલરથી પેઇન્ટિંગ કરીને પ્રચાર માટે તૈયાર કરી છે તથા વાહનો ઉપર કમળ દોરીને મત આપવા અપીલ કરવામાં આવી રહી છેવિવિધ રંગથી વાહનો પેઇન્ટ કરીને અનોખો માહોલ ઉભો કરાયો છેએક સાથે 20 એક્ટિવા વોર્ડ વિસ્તારમાં પ્રચાર માટે જાય ત્યારે  પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છેઅને પાર્ટી નો લાઈવ પ્રચાર થઈ રહ્યો છે

Related posts

राइड टूटने के मामले में पूर्व कॉर्पोरेटर के भाई, पुत्र सहित ६ लोगों के विरूद्ध शिकायत

aapnugujarat

ગુજરાતમાં ૫૦૦૦ બેડની વ્યવસ્થા કરાશે

editor

गुजरात सरकार दूधारू गायों में जीपीएस चिप लगाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1