Aapnu Gujarat
બિઝનેસ

૨૦૧૯ સુધીમાં બધા ગરીબને સરળ શરત ઉપર લોન અપાશે

કેન્દ્રની મોદી સરકાર એક માઈક્રો ક્રેડિટ પ્રોગ્રામ ઉપર કામ કરી રહી છે. જેથી ગ્રામીણ વિસ્તારના પરિવારને ગરીબીમાંથી બહાર નિકળવામાં મદદ કરવામાં આવશે. દરખાસ્ત એ છે કે આગામી ત્રણથી પાંચ વર્ષમાં પ્રતિ કલાક એક લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે. આના બદલે કોઈ ચીજ પણ ગીરવી મુકવામાં આવશે નહીં. આ લોન ઉપર લાગનાર વ્યાજમાં સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ અમરજીત સિંહાએ કહ્યું છે કે અમે લોન લેવાની પ્રક્રિયા સરળ કરી ચુક્યા છીએ. અમે દરેક પરિવારના આજીવિકાના સાધનોની વિગતો એકત્રિત કરી રહ્યા છીએ. જેથી આજીવિકાના સાધન ઉપર વિગત એકત્રિત કરવામાં આવી રહી છે. આના ભાગરૂપે લોન આપવામાં આવતા સામાજિક, આર્થિક અને જાતિ ગણનામાં આશરે ૮.૫ કરોડ ગરીબ પરિવારોની ઓળખ કરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ સુધી આ પરિવારોને યોજના સાથે જાડી દેવામાં આવશે. હકીકતમાં સરકાર બેંક લીન્કેજ ડબલ કરવા ઈચ્છુક છે. જેથી દર વર્ષે ૬૦ હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આનાથી ૨૦૧૯ સુધી વંચિત ગ્રામીણ પરિવારો માટે આજીવિકાની વ્યવસ્થા કરવામાં આવશે. ટાર્ગેટ એ છે કે આ પરિવારોની નિર્ભરતા સ્થાનિક રીતે લોન આપનાર લોકો અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ પરથી ઘટાડવામાં આવશે કારણ કે આ સ્થાનિક લોકો અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ ખૂબ ઉંચા વ્યાજદરે લોન આપે છે. જ્યારે બેંક ૧૧ ટકા વ્યાજ લે છે. નવા પ્રસ્તાવ હેઠળ સબવેન્શનના કારણે ધિરાણ લેનાર વ્યÂક્ત પર વ્યાજ ખૂબ ઓછુ રાખવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે કૃષિ તથા પશુપાલન મંત્રાલયની સાથે એક મેમોરેન્ડમ ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેથી આવા પરિવારોને પોલ્ટ્રી ફાર્મ સ્થાપિત કરવા તથા બકરી પાળવા જેવા કાર્યો માટે લોન આપવામાં આવી શકે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ચાર ટકા સુધી વ્યાજદર સબવેન્શન આપશે. જેથી આ પરિવારને લોન સાત ટાક વ્યાજદર પર મળી શકશે. દેશના ૨૫૦ પછાત જિલ્લાઓમાં પરિવારોને લોનમુક્ત ચૂકવણી પર વ્યાજમાં ૩ ટકાની વધારાની રાહત મળશે. જેના લીધે પ્રભાવી વ્યાજદર ચાર ટકા રહી જશે. સિંહા કહી ચુક્યા છે કે લોન ઉપલબ્ધ કરાવીને આજિવિકાના નવા સાધનો પણ શોધવામાં આવશે. આનાથી પરિવારોને પોતાના સંસાધનો અને કુશળતાના ઉપયોગ કરવામાં મદદ મળશે. દાખલા તરીકે સરકારે કેટલાક રાજ્યોમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની સાથે મળીને ડેરી સંબંધિત ગતિવિધિમાં વધારવા માટે પગલાં લીધા છે. માર્કેટ સુધી વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લોન ઉપલબ્ધ કરાવવાના મામલામાં મંત્રાલય ગ્રામીણ વિસ્તારોમાં લોન આપવાના જુદા જુદા રાજ્યોના મોડલમાં અભ્યાસ કરવામાં વ્યસ્ત છે. તમિલનાડુમાં પંચાયત લેવલ ફેડરેશન અને તેલંગાણામાં મહિલા નિધિ કો.ઓપરેટીવ સ્વયં સહાયતા જૂથને લોન અપાય છે.

Related posts

એસએમએસ કરી પાન સાથે આધારને લિંક કરોઃ આવકવેરા વિભાગ

aapnugujarat

સરકારી કર્મચારીઓને ૧૭૮ ટકા સુધીનો એચઆરએ વધારો મળશે

aapnugujarat

સેન્સેક્સમાં ૩૩૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

Leave a Comment

URL