Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

યુપીમાં સરકારી અધિકારીઓના આવાસ પર દરોડા

ઈન્ટમટેક્સ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સરકારી અધિકારીઓના આવાસ ઉપર આજે વ્યાપક દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. સરકારી અધિકારીઓના આવાસ ઉપર દરોડા બાદ કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહીથી સરકારી અધિકારીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. વહેલી સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાનપુરથી લઈને નોઈડા સુધી અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. જંગી સંપત્તિઓની વિગત હાંસલ થઈ છે. આ કાર્યવાહી બાદ તમામ સરકારી વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ વ્યાપક ચર્ચા જાવા મળી રહી છે. આ દિશામાં માયાવતીની અવધિમાં નોઈડા ઓથોરિટીમાં ઓએસડી યશપાલ ત્યાગીના નોઈડા સહિત ચાર સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. એવી શંકા છે કે આનાથી બિલ્ડર અને નેતાઓના સંબંધ રહેલા છે. એમ માનવામાં આવે છે કે માયાવતીના ભાઈ આનંદની સાથે તેમના નજીકના સંબંધો હતા. એવા આક્ષેપ છે કે ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ વેની ફાળવણીમાં ભૂમિકા હતી. ઓથોરિટાના પૂર્વ ચેરમેન મોહીન્દરસિંહના વિશ્વાસપાત્ર ગણાતા યશપાલ ઉપર પણ આક્ષેપ છે કે ઓએસડી હોવા છતાં ૧૫૫ ફાર્મહાઉસ અને ૩૦૦ કોર્પોરેટ ઓફિસ એલોટમેન્ટમાં પણ વચેટીયાઓની ભૂમિકા હતી. આ અગાઉ મંગળવાર અને બધુવારના દિવસે કાનપુર-નોઈડામાં આઈટીએ વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ઈન્કમટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી. આમાં આશરે ૧૧ કરોડ રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે. તેમાં જંગી રકમ બેડની નીચે છુપાવીને મુકવામાં આવી હતી. કાનપુરમાં મંગળવારના દિવસે પણ આવકવેરા વિભાગની ટીમોએ રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના એક અધિકારીના તિલકનગરવાળા ફ્લેટ ઉપર દરોડા પાડ્યા હતા. સૂત્રોના કહેવા મુજબ તપાસમાં ઈન્કમટેક્સ ટીમે ૮૭ લાખ રૂપિયાની નવી કરન્સી રિકવર કરવામાં આવી હતી.દાવો કરવામાં આવી રહ્યો છે કે નવેમ્બર મહિનામાં નોટબંધી બાદ આ અધિકારીએ આશરે એક કરોડ રૂપિયા બદલાવી લીધા હતા. લખનૌમાં તેમના ફ્લેટ પર પર અંકુશ મુકી દઇને સીલ કરી દેવામાં આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાક અન્ય ફ્લેટ અંગે પણ માહિતી મળી છે. અધિકારીના પતિ પણ કોમર્શિયલ ટેક્સ વિભાગમાં મોટા અધિકારી તરીકે છે. આ દરોડાની સાથે પ્રાઇવેટ ટ્રાવેલ ઓપરેટરના આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સત્તારૂઢ થઇ ગયા બાદ આક્રમક દિશામાં આગળ વધી રહી છે. દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શરૂઆતી દિવસોમાં પણ કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો હતો. બુધવારના દિવસે લખનૌમાં કોમર્શિયલ ટેક્સમાં એડિશનલ કમિશનલ લેવલના અધિકારી કેશવલાલના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બે દિવસના ગાળામાં સરકારી અધિકારીઓના આવાસ ઉપર બીજી વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન એસી લેવલના અધિકારી ઘરે ઉપÂસ્થત ન હતા. કાનપુરની સાથે નોઈડામાં તેમના બે આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમના આવાસ ઉપર તપાસ દરમિયાન બેડની નીચે અને અલમારીઓમાં છુપાવીને મુકવામાં આવેલા ૧૦ કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. ત્રણ જગ્યા ઉપરથી જપ્ત કરવામાં આવેલા કાગળો અને સંપત્તિમાં મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. સાંજે અધિકારીઓએ લખનૌથી પરત બોલાવી લેવામાં આવ્યા બાદ મોડી રાત સુધી પૂછપરછ ચાલી હતી. આ દરોડાના સંબંધ મંગળવારના દિવસે કાનપુરમાં ઈન્કમટેક્સની કાર્યવાહી સાથે જાડવામાં આવે છે.

Related posts

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ પડી છે ઃ અહેવાલ

aapnugujarat

राम मंदिर निर्माण का काम रामनवमी से शुरू करने की तैयारी

aapnugujarat

સુરક્ષા મામલે ભારતીય રેલવેનું ૪૦ વર્ષનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

URL