સદ્ધાર્થ મલહોત્રા પણ બોલિવુડમાં તમામ ટોપના કલાકારો વચ્ચે જારદાર સ્પર્ધા રહી હોવા છતાં ટકી રહેવામાં સફળ રહ્યો છે. સિદ્ધાર્થ મલહોત્રાને હવે એક મોટી સસ્પેન્સ ફિલ્મ હાથ લાગી છે. મળેલી માહિતી મુજબ વર્ષ ૧૯૬૯માં ભારે ચર્ચા જગાવનાર કાકા નામથી લોકપ્રિય રાજેશ ખન્નાની ફિલ્મ ઇત્તેફાકની રીમેક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સિદ્ધાર્થને લેવામાં આવ્યો છે. મર્ડર ઉપર આધારિત આ ફિલ્મ વિતેલા વર્ષોમાં તમામ ચાહકોને ગમી ગઇ હતી. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે રાજેશ ખન્નાની ફિલ્મ ઇત્તેફાક મુળભૂતરીતે બ્રિટીશ ફિલ્મ સાઇનપોસ્ટ ટુ મર્ડર પરથી બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થે આ ફિલ્મના સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ એક અલગ પ્રકારની સ્ટોરી ધરાવે છે. હજુ સુધી આ પ્રકારની ભૂમિકા કોઇ કલાકારે અદા કરી નથી. મર્ડર રહસ્ય ઉપર આધારિત આ ફિલ્મને ફરી સજીવન કરીને ચાહકોમાં આની યાદ અપાવવા માટે તે તૈયાર છે. સિદ્ધાર્થ મલહોત્રા પણ હાલમાં તો ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેની છેલ્લે બાર બાર દેખો ફિલ્મ આવી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફ જેવી સુપરસ્ટાર અભિનેત્રી હતી. સિદ્ધાર્થે કહ્યુ છે કે ગૌરી ખાન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.
મર્ડર રહસ્ય ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા કામ કરનાર છે. સોનાક્ષી સિંહા ફિલ્મમાં વિતેલા વર્ષની ફિલ્મમાં રાજેશ ખન્નાની પÂત્નની ભૂમિકામાં નજરે પડનાર છે. સિદ્રાર્થ મલહોત્રાએ કહ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ