બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન નવી ફિલ્મ જુડવા-૨માં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર જાદુ જગાવવા માટે તૈયાર છીએ. ૨૦ વર્ષ પહેલા સલમાન ખાન અભિનિતિ ફિલ્મ જુડવા રજૂ કરાઇ હતી. જેમાં સલમાન ખાન, કરિશ્મા કપુર અને રંભાની ભૂમિકા હતી. હવે લાંબા ગાળા બાદ ફરી ફિલ્મની સિક્વલ ફિલ્મ બની રહી છે. જુડવા-૨માં સલમાનખાનની જગ્યાએ ડબલ રોલમાં વરૂણ ધવન કામ કરી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ૨૦ વર્ષ પહેલા પણ ફિલ્મના નિર્દેશક તરીકે ડેવિ ધવન હતા. હવે નવી ફિલ્મના નિર્દેશક તરીકે પણ ડેવિડ ધવન છે જા કે નવી ફિલ્મમાં તેમના પુત્ર વરૂણને ફિલ્મમાં લેવામાં આવ્યો છે. વરૂણ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરણ જાહરની સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદથી વરૂણે પાછળ વળીને જાયુ નથી. વરૂણની છેલ્લી આલિયા ભટ્ટની સાથે બદ્રીનાથ કી દુલ્હનિયા રજૂ કરવામાં આવી હતી. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધારણા કરતા વધારે મોટી સફળતા મેળવી ચુકી છે. જુડવામાં કામ કરવાને લઇને દબાણ અંગે પુછવામાં આવતા જેકલીને કહ્યુ હતુ કે કોઇ દબાણ નથી. ખુબ શાનદાર ટીમ છે. ફિલ્મમાં તાપ્સી પણ કામ કરી રહી છે. અગાઉની જુડવા ફિલ્મ વર્ષ ૧૯૯૭માં આવી હતી. અનુ મલિકે એ ફિલ્મથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. જેમાં બે ગીત ઉંચી એ બિલ્ડિંગ, તન તના ટનનો સમાવેશ થાય છે. જેક્લીન છેલ્લે ટાઇગર સાથે ફ્લાઇંગ જાટમાં દેખાઇ હતી. જે ફ્લોપ સાબિત થઇ હતી. જેક્લીન પાસે જુડવા ઉપરાંત પણ કેટલીક ફિલ્મો હાથમાં છે. તેમાં રિલોડેડ, ડ્રાઇવ અને એકોરડિંગ ટુ મેથ્યુ ફિલ્મનો સમાવેશ થાય છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ