બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી રાધિકા આપ્ટે થોડાક સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લેવાની ઇચ્છા ધરાવે છે. રાધિકા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. શ્રેણીબદ્ધ ફિલ્મોને લઇને તે વ્યસ્ત બનેલી છે. હાલમાં તે પેડમેન નામની ફિલ્મમાં વ્યસ્ત છે. પ્રવાસ અને અન્ય કારણોસર તે બ્રેક લેવા માટે ઇચ્છુક છે. બોલિવુડની સાથે સાથે તે પ્રાદેશિક ભાષાની અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે કેટલાક પ્રકારના રોલ કરી ચુકી છે. તમામ રોલ પ્રેરણા આપે તેવા રહ્યા છે. તેનુ કહેવ છે કે હાલના સમયમાં તેને ખાસ પ્રકારની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૨ વર્ષનો ગાળો થયો હોવા છતાં રાધિકાહજુ તમામ પ્રકારની કુશળતા હોવા છતાં નંબર વન અભિનેત્રી તરીકે ઉભરી શકી નથી. આ સંબંધમાં વાત કરતા રાધિકા કહે છે કે તે હજુ પણ કોઇ રોલ કરતી વેળા એટલી જ ટેન્શનનો અનુભવ કરે છે. તે કેટલાક સીન કરતી વેળા નર્વસ થઇ જાય છે. રાધિકા આપ્ટે તેના બોલ્ડ અને સેક્સી રોલના કારણે વધુ જાણીતી રહી છે. બોલિવુડમાં તેની એક્ટિંગ કુશળતાની પણ હાલમાં સતત નોંધ લેવામાં આવી ચુકી છે. તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. બોલિવુડમાં હાલમાં બની રહેલી મહિલા પ્રધાન ફિલ્મોને લઇને પણ તે સંતુષ્ટ છે.
બીજી બાજુ બોલિવુડમાં નવી નવી અભિનેત્રી આવી રહી છે ત્યારે વધતી જતી સ્પર્ધાને લઇને પણ ભયભીત નથી. તેનુ કહેવુ છે કે તે નંબર ગેમમાં વિશ્વાસ કરતી નથી. તેની પાસે સારી પટકથા સાથેની સારી ફિલ્મો આવી રહી છે. રાધિકાએ છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગે બોલ્ડ રોલ કર્યા છે. જેમાં તેની પ્રશંસા પણ થઇ છે. રાધિકા અન્ય અભિનેત્રીઓ પાસેથી પણ ઘણુ શિખવા પ્રયાસ કરી રહી છે.
આગળની પોસ્ટ