Aapnu Gujarat
મનોરંજન

રશ્મિકાએ બીજી બોલિવૂડ ફિલ્મ સાઈન કરી

સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાના આવતા વર્ષે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળવાની છે. ૨૩ ડિસેમ્બરે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મના રિલીઝ પહેલા જ રશ્મિકાએ તેની બીજી બોલિવૂડ ફિલ્મ પણ સાઇન કરી હતી. તેમની આ બીજી ફિલ્મ તેની કારકિર્દી માટે ઘણી મોટી સાબિત થશે કારણ કે રશ્મિકા અમિતાભ બચ્ચનની વિરુદ્ધ વિકાસ બહલની ફિલ્મમાં જોવા મળવાની છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નામ ‘ડેડલી’ રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૧થી શરૂ થશે. ફિલ્મની ટીમ દ્વારા ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂર અને રિલાયન્સ કરશે. રિપોટ્‌ર્સ અનુસાર આ ફિલ્મની સ્ટોરી પિતા અને પુત્રીના સંબંધો પર આધારિત હશે.
રિપોર્ટ અનુસાર નીના ગુપ્તા પણ આ ફિલ્મનો ભાગ બનશે. રશ્મિકાએ કિરિક પાર્ટી, અંજની પુત્ર, ગીતા ગોવિંદમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૧૬માં રશ્મિકા મંદાનાએ કન્નડ ફિલ્મ કિરીક પાર્ટીથી તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. કન્નડ ઉપરાંત રશ્મિકાએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૨૦૧૭માં રશ્મિકાને તેના અભિનય માટે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોડ્‌ર્સમાં શ્રેષ્ઠ ડેબ્યૂ ફિમેલ એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૯માં તેને ફિલ્મફેર એવોર્ડ સાઉથથી સન્માનિત કરવામાં આવી છે.

Related posts

प्रड्यूसर ने सीधे मुझे सेक्स करने को कहा था : ऊषा जाधव

aapnugujarat

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1