Aapnu Gujarat
રાષ્ટ્રીય

આજે ૯ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે ૨૦૦૦ રૂપિયા

કેન્દ્ર સરકાર ૨૫ ડિસેમ્બરના રોજ એટલે કે કાલે ૯ કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો જમા કરવા જઈ રહી છે. તો તમે ફટાફટ ચેક કરી લો કે આપના ખાતામાં નાણા આવવાના છે કે નહીં અને જો યાદીમાં નામ ન હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને ૬ હપ્તામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યા છે. છેલ્લા ૨૩ મહિનામાં કેન્દ્ર સરકાર ૧૧.૧૭ કરોડ ખેડૂતોને સીધા એક લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ આપી ચૂકી છે.
આ વખતના હપ્તાને લઈને કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા કરાવવા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં આ નાણા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.નોંધનીય છે કે, અનેકવાર ખેડૂત આ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન તો કરાવી લે છે પરંતુ તેના ખાતમાં રકમ જમા નથી થતી. જો આપની સાથે પણ પહેલા આવું થયું છે તો હવે તમે ફટાફટ આ યાદી ચેક કરી લો કે તેમાં આપનું નામ છે કે નહીં. હવે તમે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી જાણી શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિના નાણા આપને મોકલવામાં આવ્યા છે કે નહીં.
તમારો રેકોર્ડ બરાબર છે કે નહીં? આવી રીતે કરો ચેક

  • પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો ઓફિશિયલ વેબસાઇટ છે. વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. તેમાં આપવામાં આવેલા ’ફાર્મર્સ કોર્નર’ વાળા ટેબમાં ક્લિક કરવું પડશે.
  • જો આપે પહેલા અરજી કરી છે અને આપનો આધાર યોગ્ય રીતે અપલોડ નથી થયો કે કોઈ કારણે આધાર નંબર ખોટો નોંધાયો છે તો તેની જાણકારી તેમાં મળી જશે.
  • ’ફાર્મર્સ કોર્નર’માં ખેડૂતોને જાતે જ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર્ડ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
  • તેમાં સરકારે તમામ લાભાર્થીઓની સમગ્ર યાદી અપલોડ કરી દીધી છે. આપની અરજીની સ્થિતિ શું છે તેની જાણકારી ખેડૂત આધાર નંબર/બેંક ખાતું/મોબાઇલ નંબરના માધ્યમથી જાણી શકાય છે.
  • જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવે છે તેમના નામ પણ રાજ્ય/જિલ્લા/તાલુકા/ગામના હિસાબથી જોઈ શકાય છે.આ પ્રોસેસ કર્યા બાદ હવે તમે જાણી શકશો કે આપનું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં છે કે નહીં. જો આપનું નામ રજિસ્ટર્ડ છે તો આપનું નામ મળી જશે. જો યાદીમાં આપનું નામ નહીં હોય તો તમે તે અંગે ફરિયાદ નોંધાવી શકો છો.નોંધનીય છે કે, અનેક લોકોના નામ અગાઉની યાદમાં હતા, પરંતુ નવી યાદીમાં નથી તો તેની ફરિયાદ તમે પીએમ કિસાન સન્માનના હેલ્પલાઇન નંબર પર નોંધાવી શકો છો. તેના માટે તમારે હેલ્પલાઇન નંબર ૦૧૧-૨૪૩૦૦૬૦૬ પર કૉલ કરી શકો છો. ગઈ વખતે લગભગ એક કરોડથી વધુ લોકોને આ સ્કીમનો લાભ નહોતો મળી શક્યો.

Related posts

बीजेपी एमएलए आकाश विजयवर्गीय के खिलाफ मध्यप्रदेश नगर निगम कर्मियों का प्रदर्शन

aapnugujarat

વર્લ્ડ બેંકે ભારતના વિકાસ દરની પોલ ખોલી નાખી : ચિદમ્બરમ

aapnugujarat

ભારતે કોરોના સંકટનો સામનો યોગ્ય રીતે કર્યો, દિલ્હી પોલીસનું કામ બિરદાવવા લાયક : શાહ

editor

Leave a Comment

UA-96247877-1