Aapnu Gujarat
બ્લોગ

Miss you

બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
અને
મારી “મા” લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા
પણ

લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ. Miss you

Related posts

પ્રણવ મુખર્જીએ એક કાંકરે અનેક નિશાન સાધ્યા

aapnugujarat

जामिया की जाल में फसी कांग्रेस

aapnugujarat

મફલર બની રહ્યાં છે વિન્ટર સેન્સેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1