Aapnu Gujarat
ગુજરાત

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ , વડોદરા દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરાયું

ગરીબ અને જરૂરિયાતમંદ વિશેષ કરીને ખુલ્લા આકાશ નીચે જીવન નિર્વાહ કરતા લોકોને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વડોદરાની બ્રાન્ચ નંબર – ૫ દ્વારા હઝરત સૈયદ સુબહાની મિંયાની પાવન ઉપસ્થિતિમાં ધાબળા તથા ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ હમજા અશરફના આદેશ અનુસાર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વડોદરાની બ્રાન્ચ નં-૫ ના પ્રમુખ સૈયદ હસનઅલી અશરફી (નાપાડવાલે બાપુ) દ્વારા વડોદરા શહેરના ફૂટપાથ પર ખુલ્લા આકાશ નીચે રહેતા લોકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ધાબળા તથા ગરમ વસ્ત્રોનું વિતરણ હઝરત સૈયદ સુબહાની મિંયાની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ હઝરત સૈયદ હમજા અશરફના સીધા આદેશ અને માર્ગદર્શન હેઠળ પ્રતિવર્ષ ગરીબ તથા જરૂરિયાત ધરાવતા વિશેષ કરીને ખુલ્લા આકાશ નીચે રહેવા પર મજબૂર લોકોને શિયાળામાં ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારતા ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભે ધાબળા તથા ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂટપાથ પર રહેતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ૨૦૦થી વધુ લોકોને ધાબળા તથા બાળકોને સ્વેટર તથા કાન ટોપી વિતરિત કરાઈ હતી.“ આ પ્રસંગે હઝરત સૈયદ સુબહાની મિંયા, તૌસિફ બાપુ, ઇસ્માઇલભાઈ હવેલીવાલા ઉપસ્થિત રહ્યાં હતાં તથા સંસ્થાના પ્રમુખ હઝરત સૈયદ હસનઅલી નાપાડવાલે બાપુએ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, વડોદરા હઝરત સૈયદ હમજા અશરફ દ્વારા સામાજિક સેવા માટે જે આદેશો મળે છે તે પૂર્ણ કરવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું સાથે જ જે સખીદાતાઓ સેવા કાર્યો માટે સહયોગ આપે છે તેઓનો આભાર વ્યક્ત કર્યો.હતો.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને આક્ષેપબાજી : પંચમાં ફરિયાદ

aapnugujarat

अहमदाबाद में रात 9 बजे से सुबह 6 बजे तक लगा कर्फ्यू

editor

गांधीजी के हस्त लिखित पत्रों को आर्काइव्स में रखा जायेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1