Aapnu Gujarat
શિક્ષણ

ડેમલી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના શિક્ષક ઈન્દ્રવદન પરમારનો અનોખો પ્રયોગ

વિશ્વમાં કોરોના મહામારીનો માહોલ ચાલી રહ્યો છે, તેની અસર શૈક્ષણિક કાર્યો પર પણ પડી છે. હાલમાં વિદ્યાર્થીઓ શાળા સુધી અભ્યાસ માટે આવી શકતા નથી તેની સામે શિક્ષકો હોમ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસક્રમને સરળતાથી સમજી અને શીખી શકે તે હેતુથી શહેરા તાલુકાના ડેમલી ગામમાં આવેલી ઉત્તર બૂનિયાદી વિદ્યાલયના શિક્ષક ઈન્દ્રવદન પરમારે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. અભ્યાસક્રમમાં આવતાં પાઠોનું નાટ્ય રૂપાંતરણ કરી તેની શૈક્ષણિક ફિલ્મ બનાવી સોશ્યલ મિડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે અને વિદ્યાર્થીઓ આ દ્દશ્યશ્રાવ્ય પદ્ધતિ હોવાથી તેને સરળતાથી સમજી શકે છે. કોરોનાની આ મહામારી વચ્ચે અનોખા શૈક્ષણિક પ્રયોગ માટે શિક્ષક ઈન્દ્રવદન પરમારની કામગીરીને વખાણવામાં આવી રહી છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈન્દ્રવદન પરમાર પોતે શિક્ષણ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવા માટે જાણીતા છે. પોતે શિક્ષકની સાથે અભિનયના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમણે સામાજીક જાગૃતિ માટે શોર્ટસ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમને વિવિધ એર્વોર્ડસથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. કોરોનાની મહામારી વચ્ચે જ્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષક ઈન્દ્રવદન પરમાર દ્વારા અભ્યાસક્રમમાં આવતા એકમોને અભિનય દ્વારા શોર્ટસ ફિલ્મ બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યું છે. શૈક્ષણિક હેતુ માટે બનાવામાં આવતી આ ફિલ્મોને ખુબ જ આવકાર મળી રહ્યો છે. સોશિયલ મિડિયા ઉપર યુટ્યુબ ચેનલ વિશ્વ ચેતના ફિલ્મ્સ ઇન્દ્રવદન પરમાર ચેનલ પર આ હોમ લર્નિંગની શોર્ટ ફિલ્મો તેઓ અપલોડ કરીને મુકે છે. આ કામગીરીને શાળાનાં આચાર્ય પુષ્પાબેન તેમજ પંચમહાલ જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષક અરવિંદ દરજી દ્વારા પણ વખાણવામાં આવી છે. ગામનાં સરપંચ કાળુભાઈએ પણ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે કરવામાં આવતો આ પ્રયોગ સમાજ અને રાષ્ટ્રને શિક્ષણ જગત માટે ખૂબ જ પ્રેરણાદાયી શૈક્ષણિક અને સામાજિક તથા ધાર્મિક અને સાંસ્કૃતિક સત્કાર્યરૂપી ગણાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સીબીએસઈ બોર્ડ પરીક્ષા ૨૦૨૧ : ૪ મેથી શરૂ થશે પરીક્ષા

editor

પોશીનાની અંબાસર પ્રાથમિક શાળા ખાતે વાંચન અભિયાન અંતર્ગત સરપ્રાઈઝ ફકરાનું વાંચન કરાયું

aapnugujarat

ઇસ્લામિક આતંકવાદ પર કોર્સ અંગે જેએનયુને નોટિસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1