Aapnu Gujarat
Uncategorized

મોટી પાનેલી વેપારી એસો. દ્વારા પ્રમુખ – ઉપપ્રમુખની વરણી કરાઈ

મોટી પાનેલીમાં વેપારી એસોસિએશનની મળેલ મિટિંગમાં પાનેલીના તમામ નાના મોટા વેપારીઓએ હાજરી આપી હતી જેમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની નિમણુંકની ચર્ચા થઇ હતી જેમાં મહેન્દ્રભાઈ ભાલોડીયાએ પ્રમુખશ્રી તરીકે નિલેશભાઈ માખેચાનું નામ રજૂ કરેલ જેને તમામ વેપારીઓએ એકમત અને સૂચનથી વધાવી લીધેલ પાનેલી લોહાણા મહાજનના પ્રમુખ અને દરેક સમાજ અને સંસ્થા કે સંગઠનને કાયમને માટે એકસૂત્રથી જકડી રાખનાર નિલેશભાઈ માખેચાની વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વમાન્ય નિમણૂંક કરવામાં આવી હતી જયારે એસોસિએશનના ઉપ પ્રમુખ તેમજ ખજાનચી તરીકે લાલભાઈ વાછાણી અને હરેશભાઇ તન્નાનું નામ પ્રમુખ નિલેશભાઈએ સૂચવતા તમામ ધંધાર્થી વેપારી મિત્રોએ તેમનો પણ સ્વીકાર કરી તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધેલ સાથે જ તમામે હોદ્દેદારોનું હારતોરથી સન્માન કરેલ. પ્રમુખ તરીકે નિમણૂંક પામનાર નિલેશભાઈ આમ તો હરહંમેશ પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિથી દૂર રહી પાનેલી ગામની ૪૨ જ્ઞાતિ દરેક સામાજિક સંગઠન સાથે તટસ્થ રીતે લાગણીથી જોડાયેલા વ્યક્તિ હોય અને પાનેલીની લગભગ દરેક સંસ્થાને કાયમને માટે મદદરૂપ બની સંસ્થાઓને જકડી રાખવા અને આગળ વધારવાના પ્રયાસો હરહંમેશ કરતા હોય સાથે જ આજથી બે ટર્મ પહેલા થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીને પણ સમરસ કરવામાં સહભાગી બની હરહંમેશ ગામના કોઈપણ નાના-મોટા પ્રશ્નોમાં સમાધાનરૂપી ભૂમિકા અદા કરી પાનેલીની જનતાને ઉપીયોગી બને છે આવા સરળ અને સિદ્ધાંતવાદી વ્યક્તિત્વને લીધે પાનેલીની દરેક નાની મોટી વ્યક્તિમાં પ્રિય નિલેશભાઈને ગ્રામજનોએ પણ નિમણુંક બદલ અભિનંદન આપી સ્વાગત કરેલ નિલેશભાઈની વરણીને રાજકોટ ગેલેકસી ગ્રુપના રાજેશભાઈ ભાલોડીયા, પૂર્વ સંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા ચેરમેન, બાલુભાઈ વિંઝુડા સરપંચ, મનુભાઈ ભાલોડીયા ઉપ સરપંચ, બધાભાઇ ભારાઈ, અશોકભાઈ પાંચાણી, જતીનભાઈ ભાલોડીયા, રતાભાઈ ફિનડોરીયા, મહેન્દ્રભાઈ ભાલોડીયા, નાથાભાઈ કરડાની, ભામાભાઈ રબારી., કે.પી.ચાવડા, રમેશભાઈ મકવાણા, રમેશભાઈ માખેચા વગેરે આગેવાનોએ અભિનંદન પાઠવેલ હતા.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

અમદાવાદમાં લગાવાયેલા ૪૦૦૦ કેમેરા તમામ ગેરકાયેદસર ચીજવસ્તુઓ પર નજર રાખશે

editor

લીંબડીમાં હિટ એન્ડ રન : યુવાનનું મોત

editor

સ્ટ્રીટ લાઈટો ઉભી કરવામાં આવે છે જેને વાહન ચાલકો બિન્દાસ તોડી ને જતા રહે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1