Aapnu Gujarat
Uncategorized

નવાગામ પાસે ૧૧૬૮ બોટલ દારૂ-બીયરના ૧૬૮ ટીન ભરેલ ટ્રક ઝડપાયો : ડ્રાઈવરની કરાઈ અટકાયત

ગત રાત્રીના રોજ રાજકોટ પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન એક ટ્રક ચાલકની અટકાયત કરી તપાસતા ટ્રકમાંથી દારુની ૧૧૬૮ બોટલ અને બીયરના ૧૬૮ ટીન મળી આવતા પોલીસે જામનગર શહેરના જીજી હોસ્પિટલ પાછળ રહેતા ટ્રક ચાલકની અટકાયત કરી દારૂ, મોબાઈલ અને ટ્રક સહિત રૂ.૧૭ લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો દમણથી મોકલાયેલો હોવાનું અને દારૂ ભરેલ ટ્રક રાજકોટ જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો રાજકોટ પહોંચે તે પહેલાં જ પોલીસે નવાગામ બામણબોર બંસલ પેટ્રોલ પંપ પાસે ટ્રકની અટકાયત કરીને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજકોટ પોલીસ દ્રારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક રાજકોટ જઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે નવાગામ બામણબોર બંસલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા જી.જે.૧૨ એકસ ૩૬૫૫ નંબરનાં ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી પ્લાસ્ટીકની મોટી કોથળીઓમાં પેક કરી ટ્રકમાં ગોઠવાયેલો દારૂ – બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જાબુંડાનો વતની અને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર દિલીપભાઈ ગોહિલ (ઉ.૩૦)ની અટક કરી ૧૧૬૮ બોટલ દારુ જેની કિંમત રૂ. ૭,૦૨,૦૦૦ અને અને બીયરના ૧૬૮ ટીન, મોબાઈલ અને ટ્રક મળી રૂ. ૧૭,૧૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ કોણે મંગાવ્યો તે અંગે પોલીસે વિસ્તૃત પુછપરછ હાથ ધરી છે.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

पीपावाव पोर्ट क्षेत्र में कस्टम ने १ करोड़ से ज्यादा का माल-सामान जब्त किया

aapnugujarat

કાર્તિક આર્યન સાથે સારા રોમાંસ કરતી દેખાશે

aapnugujarat

સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂરું : સિંહ દર્શન શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1