Aapnu Gujarat
રમતગમત

ટી-૨૦ વર્લ્ડકપની યજમાની ભારત પાસેથી છીનવાઈ શકે છે

કોરોના વાયરસના ચાલી રહેલા કહેર વચ્ચે ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકીનો એક છે.આ સંજોગોમાં ભારત પાસેથી ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવાઈ શકે છે તેવો દાવો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસિમ ખાને કર્યો છે.
વસિમખાનનુ કહેવુ છે કે, ભારત પાસેથી ટી-૨૦ વર્લ્ડકપનુ આયોજન લઈને યુએઈને આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.કારણકે ભારતમાં ૨૦૨૧માં ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન થઈ શકે કે કેમ તેને લઈને અનિશ્ચિતતા યથાવત છે.શક્ય છે કે, આ ટુર્નામેન્ટનુ આયોજન યુએઈમાં કરવામાં આવે.
જોકે આ નિવેદન પાક ક્રિકેટ બોર્ડના અધિકારીનુ છે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, ૨૦૨૧ના પ્રારંભમાં જ ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે અને નિયત શિડ્યુલને ગણતરીમાં લેવામાં આવે તો એપ્રિલમાં આઈપીએલ પણ રમાશે.આવામાં ટી ૨૦ના આયોજનને લઈને જે પણ નિર્ણય લેવાશે તે એપ્રિલ મહિના સુધીમાં ખબર પડશે.
આઈસીસીએ કોરોના વાયરસના કારણે ૨૦૨૧માં ટી ૨૦ વિશ્વ કપ ભારતમાં યોજવાનો નિર્ણય લીધો હતોએ પછી ૨૦૨૨માં ટી ૨૦ વિશ્વ કપ ઓસ્ટ્રેલિયમાં રમાવાનો છે.જ્યારે ૨૦૨૩નો વિશ્વકપ ભારતમાં રમાશે તેવો નિર્ણય લેવાઈ ચુક્યો છે.
વસિમ ખાને કહ્યુ હતુ કે, જો ટી-૨૦ વિશ્વકપ ભારતમાં જ રમાવાનો હોય તો પાકિસ્તાની ટીમને વિઝા આપવા માટે અમારુ ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડના લેખિત આશ્વાસનની રાહ જોઈ રહ્યુ છે.

Related posts

દિપક ચહર બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે

aapnugujarat

વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો

aapnugujarat

धवन के दर्द को महसूस कर सकता हूं : तेंडुलकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1