Aapnu Gujarat
બિઝનેસ

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર

કોરોના કાળમાં લાગુ થયેલા લોકડાઉન બાદ દેશની ઈકોનોમી મંદીમાં ઘેરાઈ છે ત્યારે સરકાર માટે જીએસટી કલેક્શનના આંકડા મોટી રાહત લઈને આવ્યા છે.
લોકડાઉનના કારણે સરકારની જીએસટીમાં પણ ઘટાડો થઈ ગયો હતો.જોકે એ પછી અનલોક ગાઈડલાઈનો લાગુ થયા બાદ વેપાર ધંધા શરુ થવાના કારણે જીએસટી કલેક્શન પણ વધી રહ્યુ છે.તેમાં પણ નવેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન એક લાખ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.
સરકારને ગયા મહિને જીએસટી સ્વરુપે ૧.૦૪ લાખ કરોડની આવક થઈ છે.જેમાં સેન્ટ્રલ જીએસટી ૧૯૧૮૯ કરોડ઼, સ્ટેટ જીએસટી ૨૫૫૪૦ કરોડ રુપિયા, ૫૧૯૯૨ કરોડ રુપિયા આઈજીએસટીના છે.સરકારને સેસ સ્વરુપે ૮૨૪૨ કરોડ રુપિયા પણ મળ્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે, નવેમ્બર ૨૦૧૯માં સરકારનુ જે જીએસટી કલેક્શન હતુ તેના કરતા આ વર્ષનુ નવેમ્બરનુ જીએસટી કલેક્શન ૧.૪ ટકા જેટલુ વધારે રહ્યુ છે.જોકે આ માટે કદાચ દિવાળીના તહેવારોમાં થયેલી ખરીદી પણ જવાબદાર હોઈ શકે છે.
રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે ૧૫૦૦૦ કરોડનુ જીએસટી કલેક્શન મહારાષ્ટ્રનુ અને બીજા નંબરે ૭૫૬૬ કરોડ રુપિયાનુ જીએસટી કલેક્શન ગુજરાતનુ રહ્યુ છે.

Related posts

લખનૌ સેન્ટરને બંધ કરવા ટીસીએસે નિર્ણય કર્યો

aapnugujarat

रियल एस्टेट क्षेत्र को पांच साल में मिला 14 अरब डॉलर का विदेशी निजी इक्विटी निवेश

aapnugujarat

જૂનમાં જીએસટીનું કલેક્શન ૧,૪૪,૬૧૬ લાખ કરોડ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1