Aapnu Gujarat
બ્લોગ

કૃષિ કાયદા વિરુદ્ધનું જગતના તાતનું આંદોલન લાંબુ ચાલશે કે શું…..?

દેશમાં કૃષિ બિલ સામે દેશભરમાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો જેમાં સૌથી મોટો વિરોધ પંજાબ, હરિયાણા અને યુપી માં થયો હતો છતાં લોકસભામાં બહુમતીથી બિલ પસાર થઈ ગયું. તો રાજ્ય સભામાં રાજકીય પક્ષના બહિષ્કાર બાદ બીલ પસાર થઈ ગયુ અને આખરે રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર વાગતા કૃષિ કાયદો બની ગયો છે. આ કૃષિ કાયદા સામે છેલ્લા ૮૫ દિવસથી મોટા પ્રમાણમાં વિરોધ પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યો છે.જો કે યુપીમાં પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પરંતુ પંજાબના અને હરીયાણાના ખડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે અને તે પણ મોટી સંખ્યામાં છે. આ ખેડૂતો રેલવે ટ્રેક ઉપર વિરોધ કરવા બેસી જતા રેલ્વે રોકી દીધી હતી. પરિણામે રેલવે તંત્રએ પંજાબ જતી આવતી તમામ ટ્રેનોના વ્યવહાર થંભાવી દીધા છે. તો હરિયાણામાં પણ કેટલોક વ્યવહાર થંભાવી દેવો પડયો છે. તાજેતરમાં કૃષિ આંદોલન સ્થગિત કરવાની ખેડૂત સંગઠને જાહેરાત કર્યા બાદ રેલ વ્યવહાર કે ટ્રાન્સપોર્ટ વ્યવહાર શરૂ ન થતા ખેડૂત સંગઠનો આકરા પાણીએ આવી ગયા અને ખેડૂતોને “ચલો દિલ્હી”નુ આહ્વાન કરતા ૨૬ મીએ રાજધાની દિલ્હીમાં કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરી દિલ્હી તરફ પંજાબ અને હરિયાણામાંથી ખેડૂત કુચનો પ્રારંભ કરી દીધો ત્યારે પંજાબ અને હરિયાણા પોલીસ તંત્રએ આ ખેડૂત કૂચ રોકવા વોટર મારો,ટીયર ગેસ છોડવો,રસ્તાઓ ખોદી ખાડા કરવા સહિત રસ્તામાં આડશો ઊભી કરી દેવામાં આવી છતાં ખેડૂતો એનકેન રીતે દિલ્હી પહોંચી ગયા. ત્યા દિલ્હી પોલીસે દીલ્હીની બોર્ડર ઉપર પોલીસ ખડકી દઇ ખેડૂત રેલી નહીં પરંતુ રેલો બની ગયેલ તેને વેર વિખેર કરી નાખવા તમામ પ્રયાસો કર્યા. અને ખેડુત સંગઠનોને આ વાત સમજાતા એક ખેડૂતોનો મોટો જથ્થો પાણીપત-સોનીપત સુધી પહોંચી બેરિકેડ હટાવીને દિલ્હીમાં પહોચી ગયા તો યુપીના કિસાનો પણ દિલ્હી બોર્ડર પર પહોંચી ગયા છે. આજે ખેડૂત કૂચનો બીજો દિવસ દિલ્હી ખાતે છે. નોંધનીય બાબત એ છે કે ખેડૂતો એક મહિનો ચાલે તેટલું રાશન લઈને નીકળ્યા છે… ત્યારે લાગે છે તે કૃષિ કાનુન વિરોધનુ આદોલન લાંબુ ચાલશે…..! જો કે દિલ્હીવાસીઓ કહે છે કે આપણા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની આવી હાલત….સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવાથી દૂર શા માટે ભાગે છે…..? ભવિષ્યમાં શું થશે……?
દેશમાં કોરોના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે “ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ”ના બહાર આવેલા અહેવાલને કારણે આમ પ્રજા ભડકી ઉઠી છે……! તેમાં પણ ગુજરાત પીસીઆર ટેસ્ટમાં માત્ર ૨૨ ટકા ટેસ્ટ થયાની વાત જાણી પ્રજામાં ભયનો માહોલ મોટા પ્રમાણમાં ફેલાઈ જવા પામ્યો છે… અને સરકારને આ માટે દોષ દઇ રહી છે તે સાથે કહેછે કે કોરોના રસી ૧૦૦ ટકા સફળ નથી થઈ લાગતી… પરંતુ ટ્રાયલ કરવામાં આવી રહી છે ત્યારે આ રસી નેતાઓ અને અધિકારીઓને આપવી જોઈએ …સફળતાનો દાવો ન થાય ત્યાં સુધી માસ્ક,ડિસ્ટન્સ અને હાથ ધોવા એજ કોરોનાની દવા છે. બાકી સરકાર અને તંત્ર કોરોનાના આંકડા શા માટે છુપાવે છે તે સમજવું જરા અઘરું પડે છે…..! આમ પ્રજા કોરોના માર્ક રસીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્રએ કે સરકિરે સાચી સ્થિતિ આમ પ્રજાને જણાવવી જોઈએ કારણ કે કામ-ધંધા, રોજગાર, નોકરી ગુમાવવી પોષાય તેમ નથી…..!

Related posts

કોંગ્રેસે ગડકરીના વખાણ કર્યા,યહ સબ ક્યા હો રહા હૈ…!!

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1