Aapnu Gujarat
રમતગમત

ફિંચ ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી ૫ હજાર રન બનાવનારો બીજો ખેલાડી બન્યો

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની શરૂઆત સિડનીમાં થઈ ગઈ છે. પહેલી વનડે મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિંચ અને ડેવિડ વૉર્નરે જોરદાર બેટિંગ કરતા ભારતીય બૉલરોની ધોલાઈ કરી. કેપ્ટન ફિંચે તો મેદાનની ચારેય બાજુ રન બનાવ્યા અને સદીની સાથે જ પોતાના ૫ હજાર રન પુરા કર્યા. મેચ પહેલા ફિંચને ૫ હજાર વનડે રન માટે ૧૭ રનોની જરૂર હતી. તેણે જસપ્રીત બુમરાહના પાંચમા બૉલ પર આ ઉપલબ્ધિ મેળવી.
ફિંચ હવે ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી ૫ હજાર રન બનાવનારો બીજો ખેલાડી બની ગયો છે. તેણે ૧૨૬ ઇનિંગમાં આ ઉપલબ્ધિ મેળવી. આ મામલે તેનો સાથી ખેલાડી ડેવિડ વૉર્નર પહેલા નંબર પર છે. તેણે ૧૧૫ ઇનિંગમાં આ કારનામું કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વૉર્નર અને એરોન ફિંચની જોડીએ પહેલી વિકેટ માટે ૧૫૬ રનની ભાગેદારી કરી. ફિંચે પોતાની ૧૭મી સદી પૂર્ણ કરી, તો વૉર્નરે અડધી સદી ફટકારી.
આઉટ થયા પહેલા ફિંચે ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૨૪ બૉલમાં ૧૧૪ રન બનાવ્યા. આ ઉરાંત એરોન ફિંચ અને ડેવિડ વૉર્નરે વધુ એક રેકૉર્ડ બનાવ્યું છે. વૉર્નર અને ફિંચની જોડીએ ભારતની સાથે ૪ વાર ૧૫થી વધારે રનની ભાગેદારી કરી છે જે કોઈ પણ ટીમના ઑપનરો દ્વારા બીજી ટીમ વિરુદ્ધ સૌથી વધુ છે. ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વદઉ ૧૦૦થી વધુ રનની ભાગેદારી કરવાના મામલે ફિંચ અને વૉર્નરની જોડી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

Related posts

ધોની હવે ફિલ્મ પ્રોડ્યુસ કરશે

aapnugujarat

विश्व क्रिकेट में सबसे ज्यादा मुकम्मल गेंदबाज है बुमराह : विराट

aapnugujarat

ऑस्ट्रेलिया को अंतिम एकादश चुनने में हो सकती है मुश्किल : पोंटिग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1