Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન ઑસ્ટ્રેલિયાની વાઇનની ડમ્પિંગ રોકવા માટે ભારે-ભરકમ ટેક્સ લગાવાશે

ચીન અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વૉર ચાલી રહ્યું છે. હવે ચીને ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ સૌથી મોટું પગલું ઊઠાવ્યું છે. ચીનના મહેસૂલ વિભાગે શુક્રવારના કહ્યું છે કે તે અસ્થાઈ રીતે ઑસ્ટ્રેલિયાની વાઇનની ડમ્પિંગ રોકવા માટે ભારે-ભરકમ ટેક્સ લગાવશે. ચીનના મહેસૂલ વિભાગ પ્રમાણે, ઑસ્ટ્રેલિયાઈ વાઇન પર ટેક્સ ૧૦૭.૧ ટકાથી લઇને ૨૧૨.૧ ટકા સુધી થઈ શકે છે. ચીને ઑસ્ટ્રેલાઈ વાઇનને લઇને કહ્યું છે કે, ડમ્પિંગનો સીધો મતલબ છે કે સામાનની ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી રહી છે.
અમેરિકા અને યૂરોપીય દેશોની સાથે સાથે ઑસ્ટ્રેલિયાએ પણ કોરોના વાયરસના આખી દુનિયામાં ફેલાવા માટે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી હતી, જેને લઇને ચીને સખ્ત વાંધો ઊઠાવ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ હોંગકોંગને લઇને પણ ચીનના વલણની ટીકા કરી હતી. આ ઉપરાંત એશિયા-પેસિફિકમાં અમેરિકાના નેતૃત્વમાં ચીનની વિરુદ્ધ બનેલા ગઠબંધન ભારત, જાપાન ઉપરાંત ઑસ્ટ્રેલિયા પણ સામેલ છે. ચીન ઑસ્ટ્રેલિયાના મહત્વના વેપાર ભાગીદારોમાંથી એક છે.
ઑસ્ટ્રેલિયા પોતાની વાઇનની સૌથી વધારે નિકાસ ચીનને જ કરે છે. વાઇન ઑસ્ટ્રેલિયા ગ્રુપના પ્રમાણે વર્ષ ૨૦૨૦ના ૯ મહિનામાં કુલ ૩૯ ટકા ચીનને જ નિકાસ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાના વેપાર મંત્રી સિમન બર્મિંગમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ચીનના બજારમાં પોતાની જગ્યા બનાવનારી તમામ ઑસ્ટ્રેલિયાઈ વાઇન પ્રોડ્યૂસર્સ માટે આ ઘણો જ મુશ્કેલીનો સમય છે. ઑસ્ટ્રેલિયાઈ સરકારમાં કૃષિ મંત્રી ડેવિડ લિટલપ્રાઉડે શુક્રવારના કહ્યું છે કે, તેમની સરકાર વાઇન ઇન્ડસ્ટ્રીની દરેક રીતે મદદ કરશે.

Related posts

कोरोना वायरस : वैश्विक आंकड़ा 66 लाख के पार,3.89 लाख लोगों की मौत

editor

5.3 magnitude earthquake lashes off the coast of Japan

aapnugujarat

સુરક્ષા પરિષદ, એનએસજીમાં ભારતને સ્થાયી સ્થાન આપવા બાઈડેનનું સમર્થન

editor

Leave a Comment

UA-96247877-1