Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસી અમલી બનતાં હવે પાસપોર્ટ માટે આધાર નંબર જરૂરી બનશે

દેશભરમાં જીએસટી વ્યવસ્થા અમલી બની ગઇ છે. સાથે સાથે કેટલાક નયિમો પણ આજથી બદલાઇ ગયા છે. જીએસટીની સાથે સાથે કેટલાક નવા નિયમો અમલી કરવામાં આવી ચુક્યા છે. આજથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે , પેનને આધાર સાથે લિન્ક કરવાની બાબત ફરજિયાત થઇ ગઇ છે. ઉપરાંત પીએફ એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરવાની બાબત જરૂરી રહેશે. જો આધાર સાથે પીએફ ખાતાને લિન્ક કરવામાં આવશ નહી તો એકાઉન્ટ ઓપરેટ થશે નહી. નવા પાસપોર્ટ બનાવવા માટે પણ હવે આધાર જરૂરી રહેશે. પેન કાર્ડ બનાવવા અને ફ્રી એલપીજી કનેક્શન હાંસલ કરવા માટે આધાર જરૂરી રહેશે. જાણકાર લોકોએ કહ્યુ છે કે અટલ પેન્શન સ્કીમ, આશા સ્કીમ જેવી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હવે જરૂરી રહેશે. સરકારી સ્કુલોમાં મળી રહેલા મધ્યાહન ભોજન માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય હવે અમલી કરવામાં આવ્યો છે. આજથી પીએફ, એનએસસી અને કિસાન વિકાસ પત્ર સહિત નાની બચત યોજના પર વ્યાજદરમાં ૦.૧ ટકાનો ઘટાડો અમલી કરવામાં આવ્યો છે. પીપીએફ પર ૭.૮ ટકા, કેવીપી પર ૭.૫ ટકા અને સુકન્યા સ્કીમ પર ૮.૩ ટકા વ્યાજદર લાગુ થશે. સિનિયર સિટિજન્સ સ્કીમ પર ૮.૩ ટકા વ્યાજદર લાગુ થશે. વિદેશ યાત્રા કરનાર લોકોને વિમાનીમથક પર ડિપાર્ચર કાર્ડ ભરવાથી મુક્તિ મળશે. જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ બેકિંગ અને ઇન્સ્યોરન્સ સર્વિસેઝ મોંઘી પુરવાર થશે. નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ જુદી જુદી વ્યવસ્થા પણ અમલી બની છે. ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉપર ખર્ચ વધશે. નાની બચતની યોજનાઓ ઉપર ઓછા વ્યાજની ચુકવણી કરવામાં આવશે. આધાર કાર્ડ સાથે જુદી જુદી યોજનાઓ જોડાઈ જશે.

Related posts

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે અઝહરુદ્દીનને જવાબદારી સોંપાઈ

aapnugujarat

ન્યૂનત્તમ બેલેન્સ અંગે એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર

aapnugujarat

रेपो रेट में कोई बदलाव नहीं, FY22 में 10.5% GDP ग्रोथ का अनुमान : RBI

editor

Leave a Comment

UA-96247877-1