Aapnu Gujarat
રમતગમત

કન્ફરડેશન કપ : મેક્સિકોને ૪-૧થી હાર જર્મની ફાઈનલમાં

રશિયાના સોંચી ખાતે ૩૭૯૨૩ ફુટબોલ ચાહકો વચ્ચે રમાયેલી કન્ફડરેશન કપ ફુટબોલની બીજી સેમીફાઇનલ મેચમાં જર્મનીએ મેક્સિકો પર ૪-૧થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. જર્મની તરફથી ગોરેટ્‌ઝાએ શરૂઆતની આઠ મિનિટમાં જ પોતાની ટીમ માટે બે ગોલ ફટકારીને મેક્સિકોની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો. જર્મનીની ટીમે જોરદાર રમત રમી હતી. હવે ફાઇનલ મેચમાં રવિવારે જર્મની ચીલી સામે ટકરાશે. ગ્રુપ મેચમાં બન્ને ટીમો સામ સામે આવી હતી. જે મેચ ડ્રો રહી હતી. હવે ફાઇનલમાં બન્નેની કસોટી થશે. થોમસ મુલર સહિતના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં જર્મનીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેદાનમા ઉતરી હતી.અગાઉ બુધવારે ચીલીએ પોર્ટુગલ પર પેનલ્ટી શુટ આઉટમાં ૩-૦થી જીત મેળવીને ફાઇનલમાં આગેકુચ કરી લીધી હતી. આ મેચમાં હિરોની ભૂમિકા ચીલીના ગોલકિપર ક્લાઉડિયો બ્રાવોએ અદા કરી હતી. બ્રાવોએ ત્રણ સ્ટોક કિક બચાવી લેવામાં સફળતા મેળવી હતી. દિલધડક મેચમાં નિર્ધારિત સમય સુધી બન્ને ટીમો ગોલ કરવામાં સફળ રહી ન હતી. ત્યારબાદ વધારેનો સમય આપવામાં આવ્યો હતો. તેમા ંપણ બન્ને ટીમો ગોલ કરી શકી ન હતી. અંતે મેચ પનલ્ટી શુટઆઉટમાં પ્રવેશી ગઇ હતી. જમાં ચીલીએ બાજી મારી લીધી હતી.પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપમાં ગ્રુપ બીની તેની છેલ્લી મેચમાં ચેમ્પિયન જર્મનીએ અગાઉ કેમરૂન પર ૩-૧થી જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. જર્મની પોતાના ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમ હતી. જ્યારે ચીલી બીજા સ્થાને રહી હતી. શક્તિશાળી પોર્ટુગલે તેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ પર ૪-૦થી જીત મેળવી હતી. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ રશિયા પર ૨-૧થી જીત મેળવી હતી. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબેલા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે. ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ થયુ નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ નથી. ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ હતી.જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો હતી. રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું હતુ. જો કેતે ફેંકાઇ ગયુ છે. ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમ્યા બાદ વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. ફુટબોલ ચાહકોમાં ભારે રોમાંચ છે. રશિયાના ફુટબોલ ચાહકો તેમની ટીમ બહાર થઇ હોવા છતાં મેચની માજા માણવા માટે તૈયાર છે. ફાઇનલ મેચને લઇને હવે રોમાંચની સ્થિતી જોવા મળી રહી છે. આ ફાઇનલ મેચ હાલના વર્ષોની શ્રેષ્ઠ ફાઇનલ બની રહે તેવી શક્યતા છે. મેચમાં ૫૦ હજારથી વધારે ફુટબોલ ચાહકો હાજર રહી શકે છે. જર્મની અને ચીલી વચ્ચેની મેચમાં કોણ બાજી મારશે તે અંગે કોઇ ફુટબોલ નિષ્ણાંત વાત કરવાની સ્થિતીમાં હાલમાં નથી. જો કે સટ્ટાબાજ ફરી સક્રિય થઇ રહ્યા છે. મેચ ખુબ જ હાઇ પ્રોફાઇલ બનનાર છે.

Related posts

2015 की हार का गम अबतक नहीं भूला पाया द. अफ्रीका : मार्करम

aapnugujarat

Euro 2020 qualifying: Romelu Lukaku scored 2 close-range finish as Belgium beats Scotland 3-0

aapnugujarat

શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ૩૬૬ રને વિજય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1