Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા પંથકમાં રવિ પાક માટે કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતો ચિંતિત

ઉપલેટા પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર કરી રહેલા ધરતી પુત્રો સિંચાઈ માટેના પાણીની આસ લગાવીને બેઠા છે કેમ કે ઉપલેટા પંથકના ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સારા એવા વરસાદના કારણે ઉપલેટા પંથકના મોજ અને વેણુ ડેમમાં હાલ પુષ્કળ અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે છતાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં ઠગા ઠૈયા થઈ થયા છે. તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આવામાં આવે તો આવનારા રવિ પાકનું ખેડૂતોને સારું ઉત્પાદન મળે. ઉપલેટા મોજ અને વેણુના સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવેલ કે ખેડૂતોને રવિ પાકના પિયત માટે તાત્કાલિક ધોરણે પાણી મળી રહે એ માટે સિંચાઇ વિભાગ દ્વારા પ્રયત્ન ચાલુ જ છે અને ખેડૂતોને વહેલી તકે સિંચાઇનું પાણી મળે તે માટે સિંચાઇ વિભાગ કાર્યરત છે અને હાલ કેનાલની સફાઈ અને રીપેરીંગ કામ ચાલુ હોવાથી હાલ પાણી છોડવામાં વિલંબ થશે અને અંદાજિત ૨૫ નવેમ્બર સુધી પાણી સિંચાઇ માટે આપી દેવામાં આવશે તેવું જણાવેલ.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરી ગર્ભપાત કરતી ડો. હિના પટેલની ધરપકડ

aapnugujarat

વાહનચોરીનાં ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર-સોમનાથ

aapnugujarat

मैच खत्म करना कप्तान कोहली से सीखा है : अय्यर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1