Aapnu Gujarat
ગુજરાત

 “મા નર્મદા મહોત્સવ” ની ઉજવણી માટે જિલ્લામાં મુખ્ય નોડલ અધિકારીની નિમણૂંક સાથે આનુષંગિક અન્ય કામગીરી માટે વિવિધ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકેની જવાબદારીઓ સુપ્રત

સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થવાની ઐતિહાસિક ક્ષણને ઉત્સવ તરીકે ઉજવવા માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૬ ઠ્ઠી જુલાઇથી તા. ૧૫ મી જુલાઇ, ૨૦૧૭ દરમિયાન હાથ ધરાયેલી રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નર્મદા ડેમના પાણીથી લાભાન્વિત તિલકવાડા તાલુકાના ૯૩ અને ગરૂડેશ્વર અને ગરૂડેશ્વર તાલુકાના ૪૪ સહિત જિલ્લાના કુલ- ૧૩૭ ગામોમાં નર્મદા રથયાત્રાનું સુચારૂ આયોજન ઘડી કઢાયું છે.

નર્મદા જિલ્લામાં ઉક્ત સમયગાળા દરમિયાન “મા નર્મદા મહોત્સવ” ની કામગીરી સુચારૂ રીતે પાર પડે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આ ઉજવણીને લગતી વિવિધ કામગીરી માટે જિલ્લાના મુખ્ય નોડલ અધિકારી ઉપરાંત આનુષંગિક અન્ય વિવિધ કામગીરીઓ માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરીને સંબંધિતોને સોંપાયેલી કામગીરી સુપેરે પાર પડે તે માટેની જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન સાથેના આદેશો કર્યા છે. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત અને મદદનીશ ખેતી નિયામકશ્રી રીકેશભાઇ ભટ્ટની સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન માટે મુખ્ય નોડલ અધિકારી તરીકે જ્યારે જિલ્લા આંકડા અધિકારીશ્રી આર.એસ. ભાભોરની મહિલા સંમેલનના ઇન્ચાર્જ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. નિલેશભાઇ ભટ્ટને ખેડૂત સંમેલનના ઇન્ચાર્જ, તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.આર. જોશી અને ગરૂડેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પારસીંગભાઇ વસાવાને કલ્ચરલ ઇન્વેન્ટ માટેના ઇન્ચાર્જ, કેવડીયા કોલોનીના કાર્યપાલક  ઇજનેરશ્રી જે.કે. ગરાસીયા અને ગરૂડેશ્વર મામલતદારશ્રી એસ.જે. સોલંકીને મા નર્મદાનો રથ તૈયાર કરવાની કામગીરી માટેના ઇન્ચાર્જ, જિલ્લા રજીસ્ટ્રારશ્રી એન.ડી. મહાલાને મા નર્મદા રથના ઇન્ચાર્જ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ. પઠાણ અને મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટરશ્રી ડી.એન. ચૌધરીને રથયાત્રા સાથેની કોર ટીમના સભ્યોની જરૂરી એકોમોડેશન સુવિધા માટેના ઇન્ચાર્જ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલની કોર ટીમના ઇન્ચાર્જ, નાયબ માહિતી નિયામકશ્રી વાય.આર. ગાદીવાલાની જરૂરી પ્રચાર-પ્રસાર અને તેને લગતી આનુષંગિક કામગીરી માટેના ઇન્ચાર્જ, મુખ્ય જિલ્લા આયોગ્ય અધિકારીશ્રી ડૉ. એન.સી. વેકરીયાને રક્તદાન શિબિર સહિત આરોગ્યને લગતી બાબતોમાં લોકજાગૃત્તિ કેળવાય તેવી લોક શિક્ષણની કામગીરી સાથે સાહિત્ય વિતરણ માટેના ઇન્ચાર્જ, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરીની સાયકલ રેલી તેમજ મેરેથોન દોડના આયોજનના ઇન્ચાર્જ તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. તેવી જ રીતે મા નર્મદા રથયાત્રા દરમિયાનના રૂટના સુપરવિઝનનું સુચારૂ આયોજન થાય તે માટે તિલકવાડા તાલુકા મામલતદારશ્રી એમ.વી. પટેલ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દિનેશભાઇ પટેલ તેમજ ગરૂડેશ્વર તાલુકા મામલતદારશ્રી એસ.જે. સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.કે. પટેલની રથ કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂંક કરાઇ છે.

Related posts

મારાં પર ભાજપનું દબાણ નથી : મહેન્દ્રસિંહ

aapnugujarat

સુરતમાં યુવકની હત્યાથી ચકચાર

aapnugujarat

गोताब्रिज के छोर प महिला एक्टिवाचालक ने साईकिल चालक को टक्कर मारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1