૨૩મી એપ્રિલના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જારી કરી દીધો હતો. જેમાં રાષ્ટ્રીય પાટનગરને સ્વચ્ચ બનાવવા અને ડેન્ગ્યુ તથા ચિકનગુનિયાથી મુક્ત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્વચ્છતા ઉપર ભાર મુકીને એએપીના વડાએ કહ્યું હતું કે દિલ્હી શહેરને રોગચાળા મુક્ત બનાવવામાં આવશે. ત્રણ વર્ષના ગાળામાં જ દિલ્હીને રોગચાળાથી મુક્ત કરી દેવામાં આવશે. સાથે સાથે સુધરાઈ સંસ્થાઓમાં પ્રવર્તી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારનો અંત લાવવા નિયમોને સરળ કરવાનું પણ વચન આપ્યું હતું. કેજરીવાલે સેનિટેશન કર્મચારીઓ અને તેમના પરિવાર માટે આકર્ષક યોજનાની પણ આજે જાહેરાત કરી હતી. દર મહિનાના સાતમાં દિવસે પગાર ચૂકવી દેવાની પણ વાત કરી હતી. કેજરીવાલની પાર્ટી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રથમ વખત મોટાપાયે ચૂંટણી લડી રહી છે. એએપી કેન્દ્રમાં શાસન ધરાવનાર ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાનો ઈરાદો ધરાવે છે. છેલ્લા ૧૦ વર્ષમાં શહેરમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંકુશ ધરાવે છે. ગયા વર્ષે મ્યુનિસિપલ પેટાચૂંટણીમાં એએપીએ એન્ટ્રી કરી હતી અને ૧૩ વોર્ડ પૈકી પાંચમાં જીત મેળવી હતી. દિલ્લી એમસીડી ચૂંટણી માટે એએપીના ચૂંટણી ઢંઢેરા પૈકી સૌથી મોટી બાબત એ છે કે તમામ નિવાસી સંપત્તિ સામે આવાસ ટેક્સને મુક્ત કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે અગાઉ હાઉસીંગ ટેક્સને દુર કરવાની જાહેરાત કરી હતી. દિલ્હીના બુરાઈમાં આયોજિત એક રેલીમાં કેજરીવાલે આ મુજબની જાહેરાત કરી હતી. જાકે કેજરીવાલની પાર્ટી માટે દિલ્હીની ચૂંટણી પડકારરૂપ બનેલી છે. એમસીડીની ચૂંટણી થાય તે પહેલા જ હાલમાં રાજારી ગાર્ડનની ચૂંટણીમાં એએપીની કારમી હાર થઈ હતી અને તેની ડિપોઝીટ ડુલ થઈ હતી.
પાછલી પોસ્ટ