Aapnu Gujarat
Uncategorized

મક્કા મદિના મસ્જિદ પુનઃ ખોલી

કોરોનાની મહામારીના કારણે છેલ્લાં સાત મહિનાથી સાઉદી અરેબિયા આવેલ પવિત્ર સ્થળમાં જવા માટે પ્રતિબંધ લાગુ કરાયેલો હતો પરંતુ હવે ગત રવિવારથી વિદેશથી આવનારા ૧૦ હજાર જેટલા યાત્રાળુઓને ઉમરાહ કરવાની પરવાનગી આપી દેવામાં આવેલ છે પારંપરિક રીતે મુસ્લિમ વર્ષમાં ગમે ત્યારે ઉમરા કરી શકે છે. સાઉદી અરેબીયા ખાતે પહોંચીને યાત્રાળુઓને ત્રણ દિવસ સુધી સેલ્ફ ઓઈસોલેશનમાં રહેવું પડશે ત્યારબાદ જ તેમણે ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ મક્કામાં આવેલ કાબા શરીફની પ્રદક્ષિણા કરવાની પરવાનગી મળશે. કાબા શરીફ મકકાની ભવ્ય મસ્જિદ આવેલ છે. મહામારીની શરૂઆતમાં સાઉદી અરેબિયામાં થી કોવિડ-૧૯ સંક્રમણના લગભગ સાડા ત્રણ લાખ પોઝિટિવ કેસ થયેલ હતા અને આશરે સાડા પાંચ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા તેમજ ત્રણ હજાર જેટલા લોકોએ કોરોનાને સામે જંગ જીતી સાજા થયા હતા સાઉથ અરેબીયામાં ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટ અપાયેલ છે તે મુજબ તમામ મસ્જિદો રાબેતા મુજબ ખુલ્લી રહેશે. સાઉદી અરેબિયાના લોકોને ઓક્ટોબરમાં જ પરવાનગી આપી દેવામાં આવી હતી. હવે નવેમ્બરથી વિદેશી યાત્રાળુઓને પણ ઉમરા હ જિયારત છૂટ આપી દેવામાં આવી છે જેને લઇને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એવું ધોરાજીના મજીદ મિયા બાપુએ જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર પટેલે લીધેલ સંકલ્પની યાદમાં સંકલ્પ દિનની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી..

aapnugujarat

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

aapnugujarat

ગોધરામાં આરોગ્ય કમિશનરે સમીક્ષા બેઠક યોજી

editor

Leave a Comment

UA-96247877-1