Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

પરચીવાળા ઈવીએમ માટે પંચની દરખાસ્ત મંજુર

ઈવીએમ ઉપર ચાલી રહેલી ગરમ ચર્ચા વચ્ચે કેન્દ્રિય કેબિનેટે આજે આવનાર ચૂંટણીમાં ઉપયોગ માટે પેપર ટ્રેલ મશીનોની ખરીદીના ચૂંટણી પંચના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી હતી. પરચીવાળા ઈવીએમ માટે કેબિનેટે ચૂંટણી પંચની દરખાસ્તને મંજુરી આપીને સરકારે વિવાદને દુર કરવાનો પ્રયાસ કર્યો છે. આ મશીનોમાં વોટરને એક પરચી મારફતે જાણવા મળશે કે તે કયા ઉમેદવારને મત આપી ચુક્યો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે વિરોધ પક્ષો તરફથી આવનાર તમામ ચૂંટણીમાં ઈવીએમની સાથે પેપર ટ્રેલ મશીનના ઉપયોગની માંગ કરવામાં આવી હતી. આનાથી શંકાઓને દુર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં નાની ચર્ચા બાદ આને મંજુરી આપવામાં આવી હતી. મતદાર વાસ્તવિકતાની પરચી દર્શાવતા મશીનને મંજુરી આપી દેવામાં આવી છે. ચૂંટણી પંચે દેશના તમામ મતદાન કેન્દ્રો માટે ૧૬ લાખથી વધારે પેપર ટ્રેલ મશીનોની ખરીદી માટે ૩૧૭૪ કરોડ રૂપિયા માંગ્યા છે. કેબિનેટે નવી ઈલેકટ્રોનિક વોટીંગ મશીનની ખરીદી માટે હજુ સુધી બે ઈન્સ્ટોલમેન્ટમાં ૧,૦૦૯ કરોડ અને ૯૨૦૦ રોડ રૂપિયાની મંજુરી આપી દીધી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ નવી મશીનો માટે બેઠક પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી તમામ મશીનો આવી જશે તો ત્યારબાદ જેટલી પણ ચૂંટણી થશે તે તમામ પોલિંગ બુથ ઉપર ઈલેકટ્રોનિક વોટીંગ મશીનની સાથે પેપર ટ્રેલ પણ રહેશે. ચૂંટણી પંચે હંમેશા આની માંગ કરી હતી. કેન્દ્રિય કેબિનેટે આને આજે મંજુરી આપી હતી. જુન ૨૦૧૪થી હજુ સુધી ચૂંટણી પંચે સરકારને ઓછામાં ઓછા ૧૧ વખત આ પ્રકારના મશીનોની ખરીદી માટે સૂચના આપી હતી પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. ગયા વર્ષે ચૂંટણી કમિશનર એનએ જેદીએ વડાપ્રધાનને પત્ર લખીને આ અંગે ધ્યાન દોર્યું હતું. સુપ્રિમ કોર્ટે પંચને આ બાબત દર્શાવવા કહ્યું છે કે ક્યાં સુધીમાં તમામ મતદાન કેન્દ્રોમાં આ મશીનનો ઉપયોગ કરી શકાશે. પંચનું કહેવું છે કે બે પÂબ્લક સેકટરની કંપની ઈસીઆઈએલ અને બીઈએલને ૧૬ લાખ મશીનો બનાવવા માટે આશરે ૩૦ મહિનાનો સમય જાઈએ છે. ૧૬ રાજકીય પક્ષોએ તાજેતરમાં પારદર્શકતા માટે પેપર બેલેટ પ્રણાલીને રજુ કરવા માટે માંગ કરી હતી.

Related posts

जबलपुर में राहुल गांधी ने अमित शाह को बताया हत्या का आरोपी

aapnugujarat

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું

editor

Illegal mining case: CBI rais at UP Ex min. Gayatri Prajapati’s location

aapnugujarat

Leave a Comment

URL