Aapnu Gujarat
ગુજરાત

લાભી ગામમાં યજ્ઞનું આયોજન કરાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે આવેલા ખોડીયાર મંદિરમાં હવન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યાં હતાં. હવન પુજન કરીને યજ્ઞકુંડમાં નાળીયેરની આહુતિ આપવામાં આવી હતી. નવરાત્રી પર્વની ઉજવણી સમાપ્ત થઈ ગઇ છે. ખોડીયાર મંદિરમા હવનનું આયોજન ગ્રામવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખોડીયાર મંદિર ખાતે દર વર્ષે ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું માત્ર આરતી અને પૂજન કરવામાં આવતું હતું. અહીં ગામની માતાબાઈનું સ્થાનક આવેલું છે, જે ગામની રક્ષા કરે છે. આ વખતે કારણોસર દશેરાના પછીના બીજા દિવસે હોમહવન યજ્ઞનું આયોજન કરાયું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

aapnugujarat

થર્મોકોલના ખોખામાં બેસી નદી પાર કરીને શાળામાં જાય છે બાળકો

aapnugujarat

साबरमती आश्रम से बेदखली के खिलाफ HC पहुंचा गांधीजी का बसाया परिवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1