Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસાએ ચંદ્ર પર પાણી હોવાનો દાવો કર્યો

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યાનુંસાર પાણી ચાંદના એ ભાગમાં છે જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે. આ મોટી શોધ ન ફક્ત ભવિષ્યમાં થનારા ચંદ્ર પરના માનવ મિશનને મોટી તાકાત આપશે બલ્કે તેનો ઉપયોગ રોકેટ ઈંધણ ઉત્પાદન માટે કરી શકાશે. આ પાણીની શોધ નાસાના સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી(સોફિયા)એ કરી છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી છે. જેના લીધે વૈજ્ઞાનિકોની આશા વધારે મજબૂત થઇ ગઇ છે. નાસાના જણાવ્યાં અનુસાર પાણી ચંદ્રના એ ભાગમાં છે કે જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે. પાણીની આ શોધ નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા) એ કરી છે. તેનો ઉપયોગ પીવા અને રોકેટ ઇંધણ ઉત્પાદન માટે કરી શકાશે.
નાસાના જણાવ્યા અનુસાર સોફિયાએ ચંદ્રમાના દક્ષિણી ગોળાર્ધમાં સ્થિત અને પૃથ્વીથી દેખાઈ રહેલા સૌથી મોટા ખાડામાંથી એક ‘ક્લેવિયસ ક્રેટર’માં પાણીના અણુઓની શોધ કરી છે. અત્યાર સુધી થયેલા અભ્યાસમાં ચંદ્રમાંની સપાટી પર હાઈડ્રોજનના કેટલાંક રૂપને જ ઓળખી શકાયા હતાં. પરંતુ પાણી અને તેના નજીકના મનાતા હાઈડ્રોક્સિલની શોધ થઈ શકી ન હોતી. નાસાના વિજ્ઞાન મિશન નિર્દેશાલયોમાં એસ્ટ્રોફિજિક્સ ડિવિઝનના નિર્દેશક પોલ હર્ટલે કહ્યું કે, અમારી પાસે પહેલા એવા સંકેત હતાં કે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ એચ૨ઓ કે જેને પાણી મનાય છે તે હોઇ શકે છે. હવે આને શોધી પણ લેવામાં આવેલ છે. આ શોધ ચંદ્ર વિશે અભ્યાસને વધારે આગળ વધારશે.
નેચર એસ્ટ્રોનોમીમાં તાજેતરમાં જ પ્રકાશિત થયેલા અભ્યાસનાં અહેવાલ મુજબ, ચંદ્રના આ સ્થાનના ડેટાથી ૧૦૦ થી ૪૧૨ પાર્ટ પ્રતિ મિલિયન ભાગની સાંદ્રતામાં પાણી બહાર આવ્યું છે. તુલનાત્મક રૂપમાં, સોફિયાએ ચંદ્ર પર જે પાણીનો જથ્થો શોધ્યો છે તે આફ્રિકાના સહારા રણમાં હાજર પાણીની તુલનામાં ૧૦૦ ટકા છે. આટલી ઓછી માત્રા હોવા છતાં, હવે સવાલ એ છે કે ચંદ્રની સપાટી પર પાણી કેવી રીતે બને છે.

Related posts

અમેરિકાના આર્થિક પ્રતિબંધ બાદ પુતિન લાલચોળ, સીરિયામાં વૉરશિપ ગોઠવ્યા

aapnugujarat

Firing on bus convoy carrying minority Muslim voters in northwest Sri Lanka

aapnugujarat

કોપનહેગન વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર

editor

Leave a Comment

UA-96247877-1