Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈસ્લામની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા છે : ઈરાન

તુર્કી અને પાકિસ્તાન બાદ હવે ઈરાન પણ ખુલ્લેઆમ ફ્રાંસના વિરોધમાં મેદાનમાં આવી ગયુ છે. ફ્રાંસમાં શિક્ષકનુ ગળુ કાપીને કરાયેલી હત્યાને ઈસ્લામિક કટ્ટરવાદ ગણવાના ફ્રાંસ પ્રમુખ મેક્રોનના નિવેદનના વિરોધમાં ઈસ્લામિક દેશોમાં ભારે રોષ છે.પાકિસ્તાને ફ્રાંસ સામે પોતાની સંસદમાં ઠરાવ પસાર કર્યો છે અને ઈરાને પણ આવુ જ કર્યુ છે.ઈરાનની સંસદમાં ફ્રાંસ પ્રમુખની આકરી ટીકા કરવામાં આવી હતી.
ઈરાનની સંસદે કહ્યુ હતુ કે, અભિવ્યક્તિની આઝાદીના નામે પયગંબર મોહમ્મદ સાહેબનુ અપમાન ફ્રાંસની સરકારના વલણ સામે સવાલ ઉભા કરે છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈસ્લામ પ્રત્યે લોકોના વધી રહેલા આકર્ષણને રોકવા માંગે છે.આ માટે તેમણે યોજના પણ બનાવી છે.જોકે મેક્રોન પોતાના પ્રયત્નોમાં સફળ નહીં થાય અને મુસ્લિમ દેશો ઈસ્લામના અપમાન સામે વિરોધ કરશે.
ઈરાને પોતાના ફ્રાંસ સ્થિત રાજદૂતને પાછા બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.પાકિસ્તાની સંસદમાં પણ માંગ ઉઠી છે કે, ફ્રાંસમાંથી પાકના રાજદૂતને પાછા બોલાવાય.
આ પહેલા તુર્કીના રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ ફ્રાંસનો બોયકોટ કરવાની અપીલ કરી છે.તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ હતુ કે, દુનિયાના મુસ્લિમોએ ફ્રાંસની પ્રોડક્ટનો બોયકોટ કરવો જોઈએ.ફ્રાંસમાં મુસ્લિમો સામે એવુ જ અભિયાન ચલાવાઈ રહ્યુ છે જેવુ બીજા વિશ્વ યુધ્ધ વખતે હિટલરે યહૂદીઓ સામે છેડ્યુ હતુ.ફ્રાંસના રાષ્ટ્રપતિએ જે પ્રકારના વિચારો વ્યક્ત કર્યા છે તે જોતા તેમને માનસિક ઉપચારની જરુર હોય તેમ લાગે છે.

Related posts

મસૂદ મામલે અમારું વલણ નહીં બદલાય,અમેરિકા અમારા પર દબાણ ના બનાવે

aapnugujarat

9 killed in Ohio at second mass firing within 24 hours in US

aapnugujarat

થાઈલેન્ડનું ટુરિઝમ ભારતીયોના ભરોસે ચાલી રહી છે

editor

Leave a Comment

UA-96247877-1