Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોતાનો પુત્ર વડાપ્રધાન ન બની શકતા સોનિયા ગાંધી દુખી છે : ભાજપ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાએ આકરા પ્રહાર કર્યા છે. કેન્દ્રીય મંત્રી તેમણે સોનિયા ગાંધીના લેખને પાખંડ ગણાવ્યું અને કહ્યું કે, પોતાનો પુત્ર વડાપ્રધાન ન બની શકતા સોનિયા ગાંધી દુખી છે. સોનિયા ગાંધીએ લખેલા લેખ પર કેન્દ્રીય મંત્રીએ જવાબમાં પ્રહાર કર્યા હતાં.
સોનિયા ગાંધીએ મોદી સરકારની આલોચના કરતા લોકતંત્ર અને અભિવ્યક્તિની આઝાદી ખતરામાં ગણાવી હતી. જેને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષા પર વળતો પ્રહાર કર્યો હતો.
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સોનિયા ગાંધીનો આજનો લેખ એક પાખંડ છે. લોકતંત્ર પર ભાષણ આપીને લોકતંત્રએ ચૂંટેલા પ્રધાનમંત્રીની પ્રતિભાનું દહન કરવું તે પાખંડ છે. લોકોએ સોનિયા ગાંધીના પુત્રને વડાપ્રધાનની ખુરશી ન આપતા એક ગરીબ પણ મજબૂત અને નિર્ભય નેતાને આપી તેનું દુખ તેમાં સોનિયાને છલકે છે.
પ્રકાશ જાવડેકરે અન્ય એક ટ્‌વીટમા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા શાહીન બાગના આંદોલનને અયોગ્ય ઠેરવ્યા બાદ પણ કોંગ્રેસ તેનું સમર્થન કરી રહી છે. મોદી સરકારે ત્યાં લાઠી પણ ચલાવી નથી. જ્યરે તમે રામલીલા મેદાનમાં મોડી રાત્રે ઉંઘી રહેલા પ્રદર્શનકારીઓને માર્યા હતા તે ભૂલી ગયા? લોકો નથી ભૂલ્યા.
જાવડેકરની આ પ્રતિક્રિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખ પર આવી છે. જેમાં તેમણે કહ્યું કે, મોદી સરકારમાં લોકતંત્ર ખાડે જઈ રહ્યું છે. અભિવ્યક્તિની આઝાદીને ધીમે-ધીમે ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધના અવાજને કચડવામાં આવી રહ્યો છે. જનતાનો અવાજ ઉઠાવનારી સંસ્થાઓને સરકાર દબાવી રહી છે અને સાથે સાથેહ મૌલિક અધિકારોનું સરકાર દમન કરી રહી છે.

Related posts

देश के युवाओं की बात : रोज़गार दो, मोदी सरकार! राहुल

editor

कल मालदीव और मॉरीशस की यात्रा पर जाएंगे विदेश मंत्री एस. जयशंकर

editor

ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1