Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

વીઆઈપી કલ્ચર ખતમ : લાલ બત્તીનો ઉપયોગ થઈ શકશે નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વીઆઈપી કલ્ચરને ખતમ કરીને લાલા અને લીલી બત્તીના ઉપયોગ ઉપર અંકુશ મુકવામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય પહેલી મેથી અમલી કરવામાં આવશે. આજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા બાદ કેન્દ્રિય મંત્રીઓ અને અધિકારીઓ લાલ બત્તીવાળા વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. પહેલી મેના દિવસે મજુર દિવસથી આ નિર્ણયને અમલી કરવામાં આવશે. આ પ્રતિબંધ કેન્દ્રિય મંત્રીઓ અને અધિકારીઓ ઉપર લાગુ થશે. માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે લાલ બત્તીની મંજુરી વડાપ્રધાનને પણ રહેશે નહીં. આ ઉપરાંત આ નિર્ણય રાજ્ય સરકાર ઉપર પણ લાગુ થશે. જાકે ઈમરજન્સી સર્વિસ માટે લીલી બત્તીને મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર મોટર વ્હીકલ એક્ટની જાગવાઈને ખતમ કરવા જઈ રહી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક ખાસ લોકોને લાલ બત્તીના ઉપયોગની મંજુરી આપવામાં આવી છે. ગડકરીએ કહ્યું હતું કે તેઓએ પોતાની ગાડી ઉપર મુકવામાં આવેલી લાલ બત્તીને દુર કરી લીધી છે. ગડકરી પોતાની સરકારી ગાડીથી આ બત્તીને દુર કરનાર પ્રથમ નેતા બની ગયા છે. ગડકરીનું કહેવું છે કે અમારી સરકાર સામાન્ય લોકોની સરકાર છે. જેથી અમે લાલ બત્તી અથવા તો હુટર્સના વીઆઈપી કલ્ચરને ખતમ કરવા આગળ વધી રહ્યા છીએ. મંત્રીએ આને મોટા લોકશાહી નિર્ણય તરીકે ગણાવીને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ આ વિષય ઉપર નોટિફિકેશન જારી કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી માર્ગ પરિવહન મંત્રાલયમાં આના ઉપર કામ કરવામાં આવી રહ્યું હતું. આ અગાઉ પીએમઓ દ્વારા આ મુદ્દા પર ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ મામલો વડાપ્રધાન કચેરીમાં આશરે દોઢ વર્ષથી પેન્ડીંગ હતો. આ ગાળા દરમિયાન પીએમઓ દ્વારા સમગ્ર મામલા પર કેબિનેટ સેક્રેટરી સહિત અનેક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા લાલ બત્તીની ગાડીઓના સંદર્ભમાં અનેક સિનિયર મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પીએમઓને વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ વિકલ્પોમાંથી એક વિકલ્પ એ હતો કે લાલ બત્તીવાળી ગાડીઓના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે. જ્યારે બીજા વિકલ્પ એ હતો કે બંધારણીય હોદ્દા પર રહેલા પાંચ લોકોને તેના ઉપયોગની મંજુરી આપવામાં આવે. આ પાંચ લોકોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ, લોકસભા સ્પીકર, વડાપ્રધાનનો સમાવેશ થાય છે. જાકે વડાપ્રધાને કોઈને પણ રાહત આપવાનો ઈનકાર કર્યો છે. વીઆઈપી કલ્ચરને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે.

Related posts

સેનામાં હનીટ્રેપનો સકંજો, જાસૂસીની આશંકા હેઠળ લે.કર્નલ અરેસ્ટ

aapnugujarat

भारतीय नौसेना ने ओमान व फारस की खाड़ी में बढ़ाई सुरक्षा

aapnugujarat

राजनाथ सिंह का राहुल गांधी पर तंज : मैं उनसे ज्यादा कृषि के बारे में जानता हूं

editor

Leave a Comment

URL