Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના કહેર વચ્ચે ચીનનો જીડીપી દર વધ્યો

સમગ્ર વિશ્વને કોરોનાના કાળામુખમાં ધકેલનાર ચીનના અર્થતંત્રમાંફરી રિકવરી જોવા મળી છે. દેશનું અર્થતંત્ર ફરી પાટે ચઢવાના સંકેતો મળી રહ્યાં છે. ત્રીજી ક્વાર્ટરમાં ચીનનું અર્થતંત્ર સુધર્યું છે પરંતુ, તે વિશ્લેષકોના અનુમાનથી નીચે છે, નિરાશાજનક છે.
સોમવારે ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના આંકડા દર્શાવે છે કે ચીનનો જીડીપી દર વાર્ષિક દ્રષ્ટિએ ૪.૯% વધ્યો છે. બીજા ત્રિમાસિકગાળાના ૩.૨%ના વિકાસદરના અનુમાનની સામે ત્રીજા કવાર્ટરમાં ચીનનો ય્ડ્ઢઁ ૫.૨%ની આસપાસ રહેવાનો રોઈટર્સ પોલનો અંદાજ હતો,જે તેનાથી નીચે રહેતા નિરાશા સાંપડી છે.
ચાલુ વર્ષના શરૂઆતના નવ માસના આંકડા પર નજર કરીએ તો કોરોના ગ્રહણને કારણે ચીનનું અર્થતંત્ર જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં માત્ર ૦.૯૦% જ વધ્યું હતુ. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા કોરોનાવાયરસ આંચકાના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં જોવા મળેલ દાયકાની નીચી વૃદ્ધિથી સતત સુધરી રહી છે. સરકારે જાહેર ખર્ચ વધારવા, કરવેરામાં રાહત આપવા અને ધિરાણ દરમાં ઘટાડા અને બેન્કોની અનામત આવશ્યકતામાં ઘટાડો કરીને કોરોનાવાયરસથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને રોજગારને ટેકો આપવા સહિતનાં પગલાં લીધાં છે તેથી અર્થતંત્ર ફરી પાટે ચઢી શક્યું છે.
ક્વાર્ટરલી બેસિસ પર જોઇએ તો જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપીમાં ૨.૭ ટકાનો વધારો થયો છે,જેનું અનુમાન ૩.૨% હતું અને ગત કવાર્ટરમાં તે ૧૧.૫ ટકા હતો.

Related posts

Gas plant workshop explosion in China’s Yima city, 10 died, 19 injured

aapnugujarat

મુંબઇ ૨૬/૧૧ હુમલોઃ પાક.સુપ્રિમે સાક્ષી નિવેદન આપવા રાજી ન હોવાથી સુનાવણી ટાળી

aapnugujarat

હક્કાની નેટવર્ક અને તાલિબાન બંને જુદાં જુદાં સંગઠન : અમેરિકા

editor

Leave a Comment

UA-96247877-1