Aapnu Gujarat
ગુજરાત

લાંભામાં સિનિયર સિટીજનોને ભોજન પીરસાયુ

પોલીસ સમન્વય, શ્રી નિધિ સેવા ટ્રસ્ટ અને એનજીઓના સહયોગથી લાંભા વિસ્તારમાં કેટલાક સિનિયર સિટીજનોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં પુરી, શાક, ખમણ અને બુંદીના લાડુ હતાં. આ સરાહનીય કાર્યની લોકમુખે ચર્ચા જોવા મળી હતી. આ કાર્યક્રમમાં મહિલા સશકિતકરણ , ૧૮૧ અભ્યમ હેલ્પ લાઇન , નારી અદાલત અને ડબલ્યુસીડી ( મહિલા – બાળ વિકાસ ની ટીમ દ્વારા મહિલાઓને કાયદાકીય માહિતી પણ આપવામાં આવી હતી જેમાં ૧૮૧ ટીમના કાઉન્સિલર જિંદલબેન , કાજલબેન , પ્રકાશભાઈ, પોલીસ સમનવય પ્રેસ અને શ્રીનિધિ સેવા ટ્‌ર્‌સ્ટના ઉપ પ્રમુખ (શ્રીજય માડી) પંકજ બી પંચાલ, બિંદુ બેન , કાજલબેન , વિજયભાઈ, અનસુયાબેન તથા શ્રી નિધિ સેવા ટ્રસ્ટના પ્રમુખ ક્ષમા બેન , નારી અદાલતના હેતલબેન , બાપુનગર પોલીસ સ્ટેશનના ડબલ્યુસીડી ટીમના નિશાબેન , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવિણ વેગડા, અને ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મિલન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

aapnugujarat

રાજ્યમાંથી ૫૩ ઝોલાછાપ તબીબ પકડાયા

editor

નર્મદાનું પાણી પીવાલાયક : બાવળિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1