Aapnu Gujarat
ટેકનોલોજી

ટ્રમ્પે ઓરેકલની સાથે ટીકટૉકની ડીલને મંજૂરી આપી

અમેરિકામા ટીકટોક પર બેનનુ જોખમ સેવાઈ રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓરેકલની સાથે ટીકટોકની ડીલની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પએ કહ્યુ કે ટીકટોકના અધિકાર ટીકટોક ગ્લોબલ કરશે, જેનુ હેડકવાર્ટર અમેરિકામા અને બની શકે કે ટેક્સાસમા જ હશે.
ઓરેકલ ક્રોપ નવી કંપની ટીકટોક ગ્લોબલમા ૧૨.૫% ની ભાગીદારી ખરીદશે અને તેમના બધા અમેરિકાના યૂઝર્સનો ડેટા પોતાના ક્લાઉડમા રાખશે. ઓરેકલએ વિશ્વાસ આપ્યો કે તેઓ પોતાના બધા અમેરિકાના નાગરિકોના ડેટાની સુરક્ષા કરશે અને તેના કોમ્પ્યુટર સિસ્ટમને સુરક્ષિત રાખશે.
તેમના સિવાય રીટેલ દિગ્ગજ વોલમાર્ટ પણ ટિકટોક ગ્લોબલ ૭.૫% ભાગીદારી લેશે. વોલમાર્ટએ એક વિધાન આપ્યુ કે, વોલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન ટીકટોકના ગ્લોબલ નિર્દશક મંડળમા કામ કરશે. ટીકટોક ગ્લોબલમા પાંચમાથી ચાર બોર્ડ સીટ અમેરિકનોની રહેશે.
ડીલ પર મંજુરી મળ્યા બાદ ટીકટોકએ કહ્યુ કે, ટીકટોક, ઓરેકલ અને વોલમાર્ટ દ્વારા પ્રસ્તાવિત અમેરિકાની પ્રશાસનની સુરક્ષા ચિંતાઓનુ નિરાકરણ કરશે અને અમેરિકા ટીકટોકના ભવિષ્યને લઇને પણ વિચારણા કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીકટોકના માલિક મ્અીંડ્ઢટ્ઠહષ્ઠીમા અમેરિકાના નિવેશકોની ૪૦ ટકા ભાગીદારી છે. હવે વ્હાઉટ હાઉસ એ જોશે કે ટીકટોક ગ્લોબલમા અમેરાકાના લોકોની ભાગીદારી કેટલી છે.
ટીકટોક ગ્લોબલમા ઓરેકલ, વોલમાર્ટ અને મ્અીંડ્ઢટ્ઠહષ્ઠીએ અમેરિકાની રોકાણકારોનો સીધો ભાગ પરોક્ષ રૂપે ૫૩ ટકા રહેશે. મ્અીંડ્ઢટ્ઠહષ્ઠીએ અત્યાર સુધીમા આ ડિલને લઇને કોઇ નિવેદન જાહેર કર્યુ નથી. વોલમાર્ટ અને ઓરેકલએ પણ ટીકટોક ગ્લોબલની ઓનરશિપ સ્ટ્રકચરનો હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી.

Related posts

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન ખરીદવું સસ્તું થશે

aapnugujarat

ટિ્‌વટરે મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કલાક માટે બ્લોક કર્યું

editor

Twitter Inc has permanently suspends US Prz Trump’s account

editor

Leave a Comment

UA-96247877-1