Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને નેપાળના જિલ્લામાં પોતાનું ભવન નિર્માણ કરી દીધુ !

ચીનની વિસ્તારવાદી નીતિ નેપાળમાં અવિરત ચાલુ જ છે. છેલ્લાં કેટલાંક સમયથી નેપાળ ચીનની પડખે જઇને બેઠું છે પરંતુ ડ્રેગને તેની પીઠ પાછળ ખંજર ભોંકવાનું ચાલુ રાખ્યું છે. જી હા ભારતની સાથે સરહદ વિવાદમાં ફસાયેલું ચીન ઠંડીની સીઝન અને નેપાળી સુરક્ષાકર્મીઓની ગેર હાજરીનો ફાયદો ઉઠાવીને નેપાળની જમીન પર ધીમે-ધીમે કબ્જો કરી રહ્યું છે.
આ વખતે મામલો નેપાળના હુમ્લા જિલ્લાનો છે. આ જિલ્લાના નામ્ખા ગામમાં ચીને ચૂપચાપ રીતે ભવનનું નિર્માણ કરી લીધું છે. ભવન પણ એક-બે નહીં પરંતુ પૂરા ૯ મોટા-મોટા ભવન બનાવી લીધા છે. ચીનની હિમાકત માત્ર અહીં સુધી જ સીમિત નથી. જે જગ્યા પર તેણે ભવનોનું નિર્માણ કર્યું છે તેની આસપાસ નેપાળના નાગરિકોનો પ્રવેશ પણ નિષેધ કરી દીધો છે.
આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામપાલિકાના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામા સરહદી વિસ્તાર ક્ષેત્રમાં ફરતા હતા. તેમણે કહ્યું કે લિમી ગામના લાપ્ચા ક્ષેત્રમાં ચીની સેનાની એક સાથે ૯ બિલ્ડિંગનું નિર્માણ કામ લગભર પૂરી થઇ ગયું છે.
પોતાના ગામ પાલિકાની અંદર જ સરહદી વિસ્તાર ક્ષેત્રમાં આ બિલ્ડિંગનું નિર્માણ કેવી રીતે અને કોણે કર્યું? આ વાતની માહિતી લેવા માટે જ્યારે ગામપાલિકાના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામા ત્યાં પહોંચ્યા તો તેમને એ બાજુથી આવતા રોકયા. લામાએ ફોન પર કહ્યું કે મારી વારંવાર પૂછપરછ બાદ ત્યાં બિલ્ડિંગ નિર્માણના કામમાં લાગેલી ચીની સેનાના જવાને પોતાનો સામાન લઇ ચીન સરહદમાં પ્રવેશ કરી લીધો.

Related posts

India dismissed Pakistan’s allegations of politicising FATF

aapnugujarat

૨૦૨૧ સુધી ૧૫ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે : વિશ્વ બેંક

editor

$1.8 trillion coronavirus relief package offered by US Prez Trump

editor

Leave a Comment

UA-96247877-1